ઋત્વિક પોતાની જાતને Silly Ex સાબિત કરવા માગે છેઃ કંગના

મુંબઈ: ઋત્વિક- કંગના ઈ-મેલ હેકિંગ વિવાદમાં હવે સામસામી નિવેદનબાજી ઉગ્ર બની રહી છે. પોલીસને પુરાવા તરીકે આપવામાં આવેલા ઋત્વિક રોશનના ઈ-મેલ્સ પર કંગનાએ પોતાના વકીલ દ્વારા નિવેદન જારી કર્યા છે. કંગનાએ જણાવ્યું છે કે અનવેરિફાઈડ ઈ-મેલ્સ લીક કરવામાં આવી રહ્યાં છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઋત્વિક આ બાબતમાં કોઈ પણ હદે જઈ શકે છે અને ઋત્વિક પોતાને ‘સીલી એક્સ’ પુરવાર કરવા માંગે છે.

કંગનાએ પોતાના વકીલ રિઝવાન સિદ્દીકી દ્વારા નિવેદન જારી કર્યું છે. કંગનાએ જણાવ્યું છે કે પ્રાઈવેટ ફોરેન્સિક રિપોર્ટ બાદ કેટલાક અનવેરિફાઈડ અને આઉટ ઓફ કોન્ટેક્ટ્સ ઈ-મેલ જારી કરાયા છે. તેનાથી આખરે એ સાબિત થઈ ગયું છે કે ઋત્વિક કોણ પણ હદે જઈ શકે છે. મેં ક્યારેય એવું કહ્યું નથી કે ઋત્વિક ‘સીલી એક્સ’ હતા. હવે જ્યારે તેમનું નામ લેવામાં જ આવ્યું નથી તો પછી તેઓ સ્વયં આવો દાવો કરવા માટે કેમ આતુર છે કે તે ‘સીલી એક્સ’ છે ?

આ અગાઉ શુક્રવારે સાંજે નવા ઈ-મેલ સામે આવ્યા હતા. જે કંગનાની બહેન રંગોલી અને ઋત્વિકે એકબીજાને મોકલ્યા હતા. તેનાથી ખબર પડી છે કે રંગોલી સ્વીકારી ચૂકી હતી કે ઋત્વિકનું એકાઉન્ટ હેક થયું છે, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી. કંગનાએ ઋત્વિકને છ મહિનામાં ૩,૦૦૦ ઈ-મેલ મોકલ્યા હતા. ક્યારેક ક્યારેક તો દર છ મિનિટે એક ઈ-મેલ મોકલ્યો હતો.

૫ મેથી ૨૫ મે ૨૦૧૪ દરમિયાન કંગનાની બહેન રંગોલી અને ઋત્વિક વચ્ચે ઈ-મેલની આપલે થઈ હતી. રંગોલીએ એક ઈ-મેલમાં લખ્યું હતું કે કંગનાનો ઈ-મેલ તમે મને મોકલી આપ્યો હતો. આ ભૂલથી બધુ બહાર આવી ગયું છે. તમે કંગનાનું એકાઉન્ટ હેક કર્યું છે અને તેને કેટલાય વીડિયો રેકોર્ડ કરવા અને પિક્ચર્સ લેવા જણાવ્યું છે. કંગના તેનાથી ખૂબજ આઘાતમાં છે.

કંગનાએ જુલાઈ ૨૦૧૪માં એક ઈ-મેલમાં લખ્યું હતું કે હું તમને બીજો ઈ-મેલ મોકલું તે પહેલા એ જાણવા માગું છું કે તમે કેવા પ્રકારનો મેસેજ રિસિવ કરવા માંગો છો? શું બીજું એકાઉન્ટ બનાવવા ઈચ્છો છો કે તે પછી ટેક્સ મેસેજ જ મોકલતા રહીએ? ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૧૪માં કંગનાએ લખ્યું હતું કે તમારો પ્લાન શું છે બેબી? જ્યારે તમારી પાસે બીજો આઈડી છે તો વાતચીત કરવા માટે કમસેકમ તેનો ઉપયોગ કરો. તમારી ખામોશી સહન થતી નથી. તમે બીજો આઈડી કેમ બનાવી દેતા નથી.

You might also like