કંગના પોલીસ તપાસમાં સહકાર અાપતી નથી, પોલીસ કન્ફ્યૂઝ

મુંબઈ:  રિતિક રોશન અને કંગના રાણાવતની વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધ દરમિયાન ફેક મેઇલ અાઈડી ઘણા લોકોની સમજની બહાર છે, પરંતુ અા સૌથી મહત્ત્વનો મુદ્દો છે. અા સમગ્ર કેસમાં અજીબ કહી શકાય તેવું સત્ય અે છે કે અા સંબંધોમાં અત્યાર સુધી મળેલી તમામ જાણકારીનું કનેક્શન ઇ-મેઇલ સાથે જોડાયેલું છે.

પ્રોફેશનલ લાઈફથી સહેજ સાઈડમાં રહીને પર્સનલ લાઈફની વાત કરીઅે તો લગભગ સાત વર્ષના સંબંધોની કોઈ તસવીર પણ નથી. સમગ્ર કેસ બે ઇ-મેઇલ અાઈડીનો છે. મતલબ કે એક એક ઇ-મેઇલ અાઈડી, જે રિતિકે પોતાના નામનું ફેક ઇ-મેઇલ અાઈડી ગણાવ્યું છે અને બીજો કંગનાના અસલી અાઈડીનો, જેની વચ્ચે ઇ-મેઇલ એક્સચેન્જ થયા.
અે જાણવું અત્યંત જરૂરી છે કે અા ત્રીજું ઇ-મેઇલ અાઈડી કોણ અોપરેટર કરી રહ્યું હતું, અા માટે કંગનાઅે પોલીસને મદદ કરવી જોઈઅે. મીડિયામાં અાવેલા સમાચારો મુજબ કંગના અને તેની બહેન રંગોલીને સીઅાઈડી-ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી નોટિસ મોકલાઈ હતી અને અોફિસ અાવીને પોતાનું નિવેદન અાપવા જણાવ્યું હતું.

કંગના અને રંગોલીને અે વાત સ્પષ્ટ જણાવાઈ હતી કે અા ખૂબ જરૂરી છે અને ડિજિટલ ડોક્યુમેન્ટની તપાસ માટે કંગનાઅે પોતાના લેપટોપનું એક્સેસ પણ અાપવું પડશે.  કંગના અને રંગોલીને સહયોગ આપવાનું કહેવાયું હતું. જો તેઅો અા તપાસમાં પોલીસને મદદ નહીં કરે તો તેમની વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. ક્રાઈમ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ અે વાતને લઈને મૂંઝવણમાં છે કે અાખરે કંગના અા તપાસમાં સહયોગ કેમ અાપી રહી નથી.
બીજી તરફ રિ‌િતક અા બધી બાબતોથી બહુ પરેશાન છે અને સ્પષ્ટ કહી ચૂક્યો છે કે અા સમગ્ર ઘટના સાથે તેને કોઈ લેવાદેવા નથી. કેસ તેના નામથી ઉપયોગમાં લેવાયેલા ફેક ઇ-મેઇલ અાઈડીનો છે અને તે ત્યાં સુધી કહી ચૂક્યો છે કે પ્રોફેશનલ લાઈફ સિવાય કંગનાનું તેની સાથે કોઈ કનેક્શન નથી.

‌િર‌િતક ઇચ્છે છે કે સત્ય સામે અાવે. અા માટે તે પોલીસને સહયોગ અાપવા તૈયાર છે. સૂત્રોનું કહેવું છે કે રિ‌િતકનો સમય બરબાદ થઈ રહ્યો છે અને તે પોતાના બે મોટા પ્રોજેક્ટ મોહનજોદડો અને કા‌િબલ પર ધ્યાન અાપી શકતો નથી. કંગના અને રંગોલીઅે જો પોતાનું નિવેદન ન અાપ્યું તો સાયબર ક્રાઈમના અધિકારીઅો તેમની વિરુદ્ધ એક્શન લઈ શકે છે.

You might also like