કંગના રાણાવત છે ‘વન ટેક હીરોઈન’

ફિલ્મ ‘રંગૂન’માં એક તેજ અને નીડર પાત્ર નાદિયા ભજવી રહેલી કંગનાએ શૂટિંગ દરમિયાન પોતાના દમદાર અભિનયથી ડિરેક્ટર વિશાલ ભારદ્વાજને ખૂબ જ પ્રભાવિત કર્યા. કંગનાના અભિનયમાં છેલ્લા થોડા સમયથી નિખાર આવ્યો છે. તે તેની એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ પણ મેળવી ચૂકી છે. તે ‘રંગૂન’ ફિલ્મના શૂટિંગમાં એટલી સશક્ત એક્ટિંગ કરી રહી છે કે વિશાલને એક જ ટેકમાં સીન ઓકે કરી નાખવો પડે છે. આ કારણથી ક્રૂ મેમ્બર્સ તેને ‘વન ટેક હીરોઈન’ કહેવા લાગ્યા છે.

ખાસ વાત એ છે કે વિશાલ જેવા સખત ડિરેક્ટરની ફિલ્મના શૂટિંગમાં આવાં વખાણ બહુ ઓછા કલાકારને મળે છે. એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે કંગના જબરદસ્ત એક્ટિંગ કરે છે, જેના કારણે એક જ શોટમાં મોટા ભાગના સીન ઓકે થઇ જાય છે. તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે પ્રોફેશનલ પણ છે. એક સીનમાં એક જાપાની કેદીને તેણે પોતાના હાથે જમાડ્યો હતો. સીન એટલો લાંબો હતો કે કંગના વારંવાર હાથ ધોઇ લેતી. તેણે સેટ પર હાજર જાપાની ટ્રાન્સલેટરને પણ કહી દીધું કે તે પોતાના જાપાની કલાકારને કહી દે કે તે સતત હાથ ધોઇને સીન આપી રહી છે, જેથી સહજતાથી એક્ટિંગ કરી શકે. •

You might also like