કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગનાની એન્ટ્રી, પોતાની ફિલ્મની કરી વાત

બોલિવુડ અભિનેત્રીઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ધુમ મચાવા તૈયાર છે. પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને કંગના રાણૌત આ વર્ષે કાન્સ જવાના છે. કંગનાએ ભારતીય પેવેલિયનના ઉદ્ઘાટન પછી પ્રસુન જોશી સાથે એક મહત્વપૂર્ણ સત્રમાં ભાગ લીધો છે. આ સમય દરમિયાન, તેણે ખૂબ સુંદર કાળી સાડી પહેરી હતી.

કંગનાના મેક-અપનું ફોટો જાહેર કરવામાં આવ્યો છે. કંગના આ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પહેલી વાર ચાલશે.

કંગના અને પ્રસૂન જોશીએ ભારતીય પેવેલિયનમાં બોલિવૂડની ફિલ્મો વિશે વાત કરી હતી. આ દરમિયાન, કંગનાની આગામી ફિલ્મ મણિકરણિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કંગના આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં દેખાશે.

કંગનાએ જણાવ્યું હતું કે વિશ્વમાં વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે. સ્ત્રીઓ અને પુરુષો પણ સમાન રીતે કામ કરી રહ્યા છે. ભારતીય સિનેમામાં મહિલાઓની ફિલ્મો પણ બનાવવામાં આવી રહી છે. કંગનાએ આ પહેલા ક્વીન, તનુ વેડ્સ મનુ, સિમરન જેવી ઘણી વુમન કેન્દ્રિત ફિલ્મો કરી ચુકી છે.

દીપિકા પાદુકોણ પણ કેન્સમાં ભાગ લેવાની છે. તે આની પહેલા મેટ ગાલા 2018 ઇવેન્ટમાં દેખાઈ હતી.

You might also like