63માં નેશનલ એવોર્ડની જાહેરાત : અમિતાભ અને કંગનાએ મારી ‘બાજી’

નવી દિલ્હી : 63માં નેશનલ એવોર્ડનું 3 મેનાં રોજ નવી દિલ્હી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા. અમિતાભ બચ્ચનને બેસ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.જે પ્રસંગે અમિતાભ બચ્ચનનાં પરિવારમાંથી અભિષેક બચ્ચન, એશ્વર્યા રાયબચ્ચન તથા જયા બચ્ચન ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત મનોજ કુમારને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે કંગના રાણાવતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
– અમિતાભ બચ્ચનને પિકૂ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
– તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માગે કંગનાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
– બાજીરાવ મસ્તાની માટે સંજય લીલા ભણશાળીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો.
– અમિતાભ બચ્ચનને આ ચોથો નેશનલ એવોર્ડ જ્યારે કંગના રાણાવતને બીજો નેશનલ એવોર્ડ એનાયત કરાયો હતો.
– તન્વી આઝમીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ બાજીરાવ મસ્તાની માટે એવોર્ડ મળ્યો હતો.
– મોનાલી ઠાકુરને બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મોહ મોહ કે ધાગે ગીત માટે મળ્યો હતો.
– રેમો ડિસુઝાને ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં બેસ્ટ કોરિયોગ્રાફી માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.
– ડાયરેક્ટર એસ.એસ રાજમૌલીને બાહુબલી ફિલ્મ માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
– બજરંગી ભાઇજાનને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ બદલ વ્હોલસમ એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
– મસાન ફિલ્મ માટે નિરજ ગાયવાનને બેસ્ટ ડેબ્યુફિલ્મ એવોર્ડ એનાયત કરાયો હતો.
– શરદ કટારિયાને બેસ્ટ ફિચર ફિલ્મ દમ લગા કે હૈસા ફિલ્મનો એવોર્ડ અપાયો હતો.
– બેસ્ટ સ્ક્રિનપ્લે માટે વિશાલ ભારદ્વાજને તલવાર ફિલ્મ માટે એવોર્ડ અપાયો હતો.

You might also like