મિલનસાર બનવાની કોશિશ કરું છું: કંગના

બોલિવૂડની ક્વીન કંગના રાણાવતને ફિલ્મોની પસંદગી તેમજ ફેશનની સારી સમજ હોવાની ચર્ચાઓ ચાલતી રહે છે, જોકે કંગનાનું કહેવું છે કે તેને ફેશનમાં આગળ રહેવામાં વધુ લાંબો સમય લાગ્યો નથી. તે ટીનેજર હતી ત્યારથી જ પોતાના લુકમાં નવા નવા ચેન્જિસ કરતી રહેતી. તે કહે છે કે મેં એક નાનકડા ગામથી મારી સફર શરૂ કરી. મને ફેશનની દુનિયામાં આગળ આવવામાં પણ ખૂબ સમય ન લાગ્યો, કેમ કે હું નાની હતી ત્યારથી જ આ બધી બાબતો ગમતી હતી.
કંગના કહે છે કે હું નાની હતી ત્યારે બિનધાસ્ત અંદાજમાં રહેતી હતી. વારંવાર મારી સ્ટાઇલ પણ બદલતી રહેતી અને તે વાત મારા પિતાને પસંદ ન હતી.

મારા પિતાને મારી ફેશન પર ખૂબ જ ગુસ્સો આવતો. તેમને મારી સ્ટાઇલ જરાય પસંદ ન હતી, જોકે કંગના તે બાબતની પરવા કરતી ન હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કંગનાના નવા નવા લુક અને ફેશન સ્ટાઇલને લઇને ઘણી વાર તેની ટીકાઓ પણ થઇ છે, પરંતુ કંગનાને તેની દરકાર નથી. તે પોતાની મસ્તીમાં મસ્ત રહેનારી વ્યક્તિ છે. કંગના હવે હંસલ મહેતાની ફિલ્મ ‘સીમરન’માં જોવા મળશે. તાજેતરમાં તેની અપકમિંગ ફિલ્મ ‘રંગૂન’નું ટ્રેલર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં તેની સાથે શા‌િહદ કપૂર અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ ભારતમાં સ્વતંત્રતા માટે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાનના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. •
http://sambhaavnews.com/

You might also like