કોણ પડ્યું છે કંગનાની પાછળ

કંગના રાણાવત અાજે જે સ્થાન પર છે ત્યાં તે પોતાની મહેનતના બળે પહોંચી છે. તેણે ક્યારેય સુપરસ્ટાર્સનો સહારો લીધો નથી. કદાચ સુપરસ્ટાર્સ ડરે છે કે કંગનાની સામે તેમનો અભિનય ફીકો ન પડી જાય. ક્યારેય યશરાજ ફિલ્મ્સ કે ધર્મા પ્રોડક્શન જેવાં પ્રતિષ્ઠિત બેનર દ્વારા કંગનાને કોઈ સપોર્ટ મળ્યો નથી. કંગના સીધા રસ્તા પર ચાલવા ઇચ્છે છે, પરંતુ તેના રસ્તામાં ક્યારેક મુશ્કેલીઅો પણ અાવે છે. બે-ચાર દિવસમાં જ કંગના અંગે કોઈ નકારાત્મક વાતો સાંભળવા મળે છે, ક્યારેક તેની ઉપર ઉંમર છુપાવવાને લઈને િવવાદ ઉત્પન્ન થાય છે તો ક્યારેક તેના મિજાજ પર સવાલ ઊઠે છે. ઋત્વિક રોશન સાથે થયેલા વિવાદ બાદ સતત અા પ્રકારની ઘટનાઅોમાં વધારો થયો છે. કંગનાઅે નાના બજેટની ફિલ્મો કરી અને નવા ડિરેક્ટરો સાથે કામ કરીને સફળતા મેળવી. ધીમે ધીમે તે પોતાના જ બનાવેલા રસ્તે ચાલતી ગઈ અને સૌથી અાગળ નીકળી ગઈ.
‘તનુ વેડ્સ મનુ રિટર્ન’ નાયિકા પ્રધાન ફિલ્મ છે. તેની સફળતાનું શ્રેય કંગનાને અાપવામાં અાવે છે. બોક્સ અોફિસ પર ૧૫૦ કરોડથી વધુનું કલેક્શન અા ફિલ્મે કર્યું. પોતાના બલબૂતા પર અાટલું કલેક્શન તો પ્રિયંકા ચોપરા કે દીપિકા પદુકોણ પણ કરી શક્યાં નથી. બોલિવૂડના હીરો પણ અા બાબતે પાછળ છે. કંગનાઅે ત્રણ નેશનલ એવોર્ડ જીત્યા. તેની સમકાલીન અને ચર્ચામાં રહેનાર કોઈ પણ અભિનેત્રી અા બાબતે તેની બરાબરી પર નથી, પરંતુ અા વાતની ચર્ચા હંમેશાં અોછી થાય છે. કંગનાના અભિનય કરતાં અન્ય બાબતો વિશે તેની ચર્ચા વધી છે. કંગના સાથે જોડાયેલા લોકો જાણે છે કે તે કેટલી મજબૂત વ્યક્તિ છે. તે પોતાની એક્ટિંગ પર કેટલી મહેનત કરે છે. શક્ય છે કે કોઈ વ્યક્તિ કંગના વિરુદ્ધ ચાલ ચાલી રહી હોય અને તેની છબી બગાડવાની કોશિશ કરી રહ્યું હોય. •

You might also like