કંગના મને થપ્પડો મારતી હતી, ગાળો આપતી હતીઃ અધ્યયન

મુંબઇ: કંગનાને લઇને વિવાદ શમવાનું નામ લેતો નથી. ઋ‌ત્વિક બાદ કંગનાના એકસ બોયફ્રેન્ડે નવા ખુલાસા કર્યા છે. શેખર સુમનના પુત્ર અધ્યયને એવો દાવો કર્યો છે કે કંગના મને થપ્પડો મારતી હતી, મને મારપીટ કરતી હતી, અપમાનીત કરતી હતી, ગંદી ગાળો આપતી હતી અને મારા પર જાદુુ ટોના કરતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘રાઝ ર’માં કંગના રાણાવત સાથે અધ્યયન કામ કરી ચૂકયો છે. બંને વચ્ચે અફેર હતું, પરંતુ એક જ વર્ષમાં બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યાર બાદ અધ્યયન વિદેશ ચાલ્યો ગયો હતો અને હજુ થોડા સમય પહેલાં જ પરત આવ્યો છે. કંગના ઋત્વિક અંગે એક અગ્રણી અખબાર સાથેની વાતચીતમાં અધ્યયને કેટલાક સનસનીખેજ ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું છે કે હું ઋત્વિક સાથે જ છું. તેની વ્યથા હું સમજી શકું છું. આ યાતનામાંથી હું પણ પસાર થયો હતો. તેનું ઇમોશનલી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. લોકોને પણ સત્યની ખબર પડવી જોઇએ.

અધ્યયને કંગના દ્વારા કરવામાં આવતા જાદુ ટોના અંગે વાત કરતાં જણાવ્યું છે કે તે મને એક જ્યોતિષી પલ્લવી સાથે લઇ ગઇ હતી. તેણે મને જણાવ્યું હતું કે મારો સમય સારો ચાલી રહ્યો નથી અને તેથી મારે પૂજા કરાવવી પડશે. અેક રાત્રે ૧ર-૦૦ વાગ્યે કંગનાએ મને તેના ઘરે બોલાવ્યો હતો અને પૂજા શરૂ કરી હતી.

કંગનાના એપાર્ટમેન્ટમાં એક ગેસ્ટ રૂમ હતો જેને સંપૂર્ણ કાળા કપડાથી ઢાંકવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ડરામણું હતું. મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા અને બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. મેં તેમને જુઠું બોલીને કહી દીધું હતું કે મેં મંત્રોચ્ચાર કરી લીધો છે. જ્યોતિષી પલ્લવીએ મને રાત્રે ૧ર-૦૦ વાગ્યે સ્મશાન ઘાટ જઇને કેટલી વસ્તુઓ ફેંકી આવવા જણાવ્યું હતું, પરંતુ હું ધ્રુજતો હતો અને સ્મશાન ગયો નહોતો.

You might also like