કેન વિલિયમ્સન બન્યો ‘વિઝડન ક્રિકેટર ઓફ ધ યર’

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના શાનદાર બેટ્સમેન કેન વિલિયમ્સનને વર્ષ ૨૦૧૫ના વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમનો પહેલો એવો ખેલાડી છે, જે વિઝડને આ ખિતાબ આપ્યો છે એટલું જ નહીં, પોતાના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમની સાથે વિલિયમ્સન વર્ષ ૨૦૧૫ના પાંચ સર્વશ્રેષ્ઠ ખેલાડીમાં પણ સામેલ થયો છે. ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટની કેપ્ટન સૂઝી બેટ્સને મહિલા ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે. વિલિયમ્સનની પહેલાં પોન્ટિંગ, વોર્ન, માઇકલ ક્લાર્ક, સચીન, સેહવાગ (બે વાર), મુરલીધરન, સંગાકારા (બે વાર), કાલિસ, ડેલ સ્ટેન અને ઈંગ્લેન્ડનો ફ્લિન્ટોફ (બે વાર) વિઝડન ક્રિકેટર ઓફ યરનો ખિતાબ જીતી ચૂક્યા છે.

You might also like