જુઓ, ટીવી અભિનેત્રીઓએ કેમ બતાવી મિડલ ફિંગર…

હાલમાં, કામ્યા પંજાબીએ પોતાનો એક ઘણા બોલ્ડ ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો એકતા કપૂરની આવનારી ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’ને સમર્થન આપતા પોસ્ટ કરી છે. ખરેખર, આ ફિલ્મના સમર્થનમાં આ દિવસોમાં #LipstickRebellion હેશટેગ ઘણુ જોર પકડયુ છે અને ઘણી બધી અભિનેત્રીઓએ તેને સમર્થન આપતા પોતાના ફોટો પોસ્ટ કર્યા છે.

કામ્યા પંજાબીએ પણ ઇન્સ્ટાગ્રામ પર પણ આવા ફોટો પોસ્ટ કર્યા છે. જેમા તેની પીઠ દેખાઇ રહી છે અને હાથમાં લિપસ્ટિક પકડી છે જે બિલ્કુલ મિડલ ફિંગરની જગ્યા છે. તેમણે પોતાની આ પોસ્ટ પર લખ્યુ છે તે ડિવોર્સી તેમજ સિંગલ મધર હતી, આ કારણોસર લોકોએ તેની આજુબાજુ મુસીબતો ઉભી કરી દીધી હતી. જો કે આ પોસ્ટ બાદ નેગેટીવ કોમેન્ટસ આવ્યા બાદ આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ પણ આ ફિલ્મને સમર્થન કરતા પોતાની મિડલ ફિંગર સાથે લિપસ્ટિક વાળો ફોટો પોસ્ટ કર્યો હતો. જ્યારે ટીવી ફિલ્મ અભિનેત્રી અનીતા હસનંદાનીએ પણ હેશટેગ સાથે લખ્યું હતું કે મહિલાઓએ પોતાના 20’s માં લગ્ન કરી લેવા જોઇએ અને ઘર પર બેસી જવું જોઇએ.
http://sambhaavnews.com/

You might also like