કામદુની ગેંગરેપ : ત્રણ દોષિતોને ફાંસી, ત્રણને આજીવન કારાવાસ

કોલકાતા : પ.બંગાળના કમકમાટીપૂર્ણ કામદુની ગેંગરેપ મામલામાં કોલકતાની અદાલતે આજે ત્રણ અપરાધીઓને મળત્યુદંડની સજા ફટકારી હતી. જયારે બાકીના અન્ય ત્રણ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે આ મામલામાં બે અપરાધીઓને પહેલાથી જ મુકત કરી દીધા હતા. અન્ય એક આરોપી ગોપાલ નાસ્કરનું ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મોત થઇ ગયું હતું. પ. બંગાળની એક કોલેજ વિદ્યાર્થીનીની સાથે ૭મી જુન ૨૦૧૩ના દિવસે આ ધટના ધટી હતી.

આ વિદ્યાર્થીની પરીક્ષા આપીને ધરે પરત ફરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ૨૧ વર્ષીય બીએ બીજા વર્ષની વિદ્યાર્થીની ગેંગરેપનો શિકાર થઇ હતી. કામદુની કોલકાતાથી આશરે ૬૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. દોષિતો ભોગ બનેલી વિદ્યાર્થીની પર ગેંગરેપ ગુજાર્યા બાદ તેની ધાતકી હત્યા કરી દીધી હતી. આગલા દિવસે વિકળતહાલતમાં તેનો મળતદેહ મળી આવ્યો હતો.

આ ખૌફનાક ધટના બાદ પ.બંગાળમાં મહિલાઓની સુરક્ષાને લઇને લોકોમાં રોષનું મોજુ ફરી વળ્યું હતું. લોકોએ રાજયભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અગાઉ આ જધન્ય કળત્યની સામે અવાજ ઉઠાવનાર બે યુવતીઓ તુંપા કયાલ અને મૌસમી કયાલને ધમકીઓ પણ મળી ચુકી છે.

You might also like