Categories: Dharm

સૌંદર્યના દેવ કામદેવ

જગતના તમામ જીવ કામદેવના પ્રભાવથી ઢંકાયેલા હોય છે. સાત્વિક જીવમાં કામદેવનો અંશ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે રાજસી તથા તામસી જીવ કામદેવના સંપૂર્ણ પ્રભાવ નીચે હોય છે. સાત્વિક સિવાયના જીવ મોટા ભાગે રાત દિવસ કામના વિચાર જ કરતા હોય છે. આવા જીવ ખૂબ ભોગી હોય છે. જ્યારે સાત્વિક જીવ યોગી હોય છે. ભગવાન કામદેવ ખૂબ રૂપાળા તથા પ્રેમ અને સૌંદર્ય આપનારા દેવ છે. તેમનાં પત્નીનું નામ રતિ છે. રતિનાં રૂપની આગળ સ્વર્ગલોકની તમામ દેવી ફિક્કી પડી જાય છે. તેમના આગળ અપ્સરાનાં રૂપ પણ ઝાંખાં પડી જાય છે.

આ જગતમાં, ત્રિલોકમાં સૌથી સુંદર દેવી મા પાર્વતી છે. તે પછી રતિ છે. મા પાર્વતી અને રતિદેવીનાં જેટલું રૂપાળું ત્રિલોકમાં કોઇ નથી. ભગવાન કામદેવ તથા રતિના શરીરનો વર્ણ કોઇ સુંદર યુવતીની ભગ જેવો છે. ભગવાન કામદેવ જો કોઇ સદેહે જુએ તો તેમનું રૂપ તે જોનારની આંખમાં વસી જાય છે. તે ખૂબ જ સુંદર છે. ભગવાન શિવને પુત્ર થાય તે માટે દેવતાઓએ કામદેવને આગળ ધર્યા. શિવજી સમાધિમાં હતા. શિવ જ્યાં તપ કરતા હતા ત્યાં કામદેવે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. છતાં શિવનાં ધ્યાનમાં કોઇ ખલેલ ન પહોંચી. કામદેવે આથી પોતાના પ્રેમરૂપી ધનુષ્ય ઉપર સૌંદર્યનું બાણ ચડાવ્યું. તેમનો પરમ મિત્ર વસંત તેમની વહારે આવ્યો. સર્વત્ર પ્રેમ, સૌંદર્ય, વસંત ઋતુનું આગમન અને જગતનાં તમામ પશુ, પંખી, જીવમાં કામાવેગ વહેવા લાગ્યો.

કામદેવના આ પ્રપંચથી શિવની સમાધિ તૂટી. તેમનાં તપનો ભંગ થયો. ક્રોધે ભરાયેલા શિવના કપાળમાં રહેલું ત્રીજું નેત્ર આપોઆપ ખૂલી ગયું. તેમાંથી પ્રચંડ અગ્નિશિખા પ્રજ્વળી. કામદેવ તેમાં બળીને ભસ્મ થઇ ગયા. રતિદેવીએ આ જોઇ આક્રંદ શરૂ કર્યું. તેમના પ્રચંડ આક્રંદથી હવા તથા જળ થંભી ગયાં. વૃક્ષોનાં પર્ણ ખરી પડયાં. દૂધાળાં પશુુ દૂધવિહીન થઇ ગયાં. જગત થંભી જતાં નિસ્તેજ થઇ ગયું. તમામ દેવ સહિત શિવજી પણ રતિના ભયંકર આક્રંદથી પીગળી ગયા. તેમણે (શિવે) કામદેવને જગતના તમામ જીવમાં સજીવન કર્યા. કામદેવનો દેહ ન હોવાથી તે અનંગ કહેવાયા. જગતના દરેક પ્રાણીમાં કામદેવ છુપાયેલા છે. વસે છે. તે હોવાથી જગતનો તમામ જીવ વાસનાના આવેગમાં આવે છે. તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય કે જીવ જંતુ જ કેમ ન હોય. તેમનામાં જ્યારે કામદેવનો વિસ્તાર થાય છે ત્યારે તે જીવ કામાતુર થઇ જાય છે.

અથર્વવેદ અનુસાર કામદેવ સૌપ્રથમ ઉત્પન્ન થયા. જેમને દેવ, પિતૃ કે મનુષ્ય મેળવી શકતા નથી. તેથી જ કામદેવ સૌથી મોટા વિશ્વ વિજયી છે. તેમના પ્રભાવથી કોઇ જ બચી શકતું નથી. કામદેવનું શરીર ખૂબ જ સુંદર છે. તેમનું મન પણ તેટલું જ સુંદર છે. સૃષ્ટિમાં કામદેવનો જન્મ સૌથી પહેલાં ધર્મદેવની પત્ની શ્રદ્ધા થકી થયો. કામદેવનો જન્મ થયો. દેવલોકમાં તેઓ બ્રહ્માજીના હૃદય દ્વારા જન્મ પામ્યા છે.

બ્રહ્માજીના હૃદયથી કામ, આંખથી ક્રોધ તથા નીચેના હોઠથી લોભ પેદા થયા છે. કામદેવના અસંખ્ય નામ છે. જેમાંથી તેમના મુખ્ય નામ કંદર્પ, અનંગ, કામ, મદન, પ્રદ્યુમ્ન, રતિ પતિ, મન્મથ મીન કેતન, મકરધ્વજ, મધુદીપ તથા દર્પણ છે. તેમનો ગાઢ મિત્ર ઋતુરાજ વસંત છે.  કહેવાય છે કે વસંત ઋતુમાં દરેક જીવમાં કામદેવનું આધિપત્ય વધે છે. જ્યારે બંનેનો સંયોગ કોઇ જીવ ઉપર વધુ થાય છે ત્યારે તે જીવ વિજાતીય પ્રેમ કરે છે.•
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

2 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

2 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

2 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

2 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

2 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

2 hours ago