કલિયુગની પ્રખરતા કેવી હશે?

એક કલ્પની અંદર ચાર યુગ વીતે છે. આ ચાર યુગમાંનો પહેલો સતયુગ, બીજા દ્વાપરયુગ, ત્રીજો ત્રેતાયુગ તથા ચોથો કલિયુગ છે. હાલ ચોથા યુગ કલિયુગના સાડા પાંચ હજાર વર્ષ વીતેલાં છે. આ કલિયુગ તેની પ્રખરતામાં આવશે ત્યારે તે કેવો હશે તેનું વર્ણન શાસ્ત્રોમાં છે. આવો તે અંગે આપણે વિગતે જોઇએ.
કલિયુગનાં સ્ત્રીપુરુષો અધર્મને જ શ્રેષ્ઠ માનશે. ચારેય તરફ વ્યભિચાર જોવા મળશે. વૃદ્ધોની મર્યાદાનો છડેચોક ભંગ થશે. તેઓ ઠેરઠેર હડધૂત થશે. તેમનું જીવન દોહ્યલું થઇ પડશે. સજ્જન પણ લાભ જોતાં જ દુર્જન બની જશે.
વિધવા સધવાને પણ શરમાવે તેવું બેફામ જીવન જીવશે. વિધવા સ્ત્રીઓ સધવા કરતાં પણ વધુ સાજ શણગાર સજશે. ગુરુ શિષ્ય આંધળા બહેરા હશે. વારંવાર દુષ્કાળ પડશે. પુષ્કળ ગરમી પડશે. ઠંડી તથા વરસાદથી લોકોનું જીવન ત્રાસ ત્રાસ થઇ જશે. લોકો ખૂબ તામસી બની જશે. બ્રાહ્મણો જનોઇ પહેરતાં શરમાશે. જપ તપ ભૂલી જશે.
પુરુષો સતી જેવી સ્ત્રીને કાઢી મૂકશે. નીચ કામ કરનાર સ્ત્રીઓને ઘરમાં બેસાડશે. ઘરમાં દારૂ જુગારની મહેફિલ ચાલશે. માતા પિતા સામે પરસ્ત્રી સાથે ઘરનો પુરુષવર્ગ વ્યભિચાર આદરતાં સંકોચ નહીં અનુભવે.
પુત્રી કે પુત્રવધૂ પણ પિતા કે સસરા સાથેે વ્યભિચારમાં રત રહેશે. સ્ત્રી પુરુષોને ભોગ ભોગવવામાં મજા પડશે.
દેવ, બ્રાહ્મણ, સાધુ, સંતને લોકો ધિક્કારશે. પવિત્રતા ક્યાંય જોવા નહીં મળે. પુરુષો સ્ત્રીઓના દાસ થઇ જશે.
ક્ષૂદ્રો બ્રાહ્મણોને ઉપદેશ આપશે. તે કથા પૂજા કરશે. ચારેય તરફ ભયંકર અનર્થ આવશે. ભાઇ
બહેન મર્યાદા ભૂલી યથેચ્છ વિહાર કરશે.

You might also like