ગુજરાતમાં મધ્યપ્રદેશ કરતાંં પણ મોટુંં ભરતી કૌભાંડ : ચંપાવત

અમદાવાદ : 2014ની તલાટી ભરતી કૌભાંડનાં મુખ્યસુત્રધાર કલ્યાણસિંહ ચંપાવતે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કલ્યાણ સિંહે દાવો કર્યો હતો કે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનાં માણસો અને તત્કાલીન મુખ્યમંત્રીનાં સિક્યુરિટી ઇન્ચાર્જે તેની પાસે પાર્ટી ફંડના પૈસા માંગવા માટે આવ્યા હતા. કલ્યાણસિંહે દાવો કર્યો કે રાજ્ય સરકારમાં 2001 પછી 50 હજાર જેટલા લોકોની ગેરકાયદેસર ભરતી થઇ છે. જેનાં માટે 1 લાખથી 10 લાખ રૂપિયા વસુલાયા છે. મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ છે.

કલ્યાણસિંહે દાવો કર્યો હતો કે 14 ફેબ્રુઆરી,2014 દિવસે પોલીસ પકડવા આવી તે પહેલા ભુપેન્દ્રસિંહના માણસો આવ્યા હતા. તેમણે કહ્યું કે પાર્ટી ફંડમાં પૈસા આપો તમારા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઇ જશે. વિદ્યાર્થીઓ ચોક્કસ જગ્યાએ પરિક્ષા દરમિયાન ભૂપેન્દ્રસિંહનો બી લખશે તે પાસ થઇ જશે. ભુપેન્દ્રસિંહના માણસો જ નહી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી સિક્યુરિટી ઇન્ચાર્જ અશ્વિન પટેલે પાર્ટી ફંડની માંગ કરી હોવાનો દાવો ચંપાવતે કર્યો હતો.

પોતાને ફસાવવાનું મોટુ કાવત્રુ થયું હોવાનો કલ્યાણસિંહે દાવો કર્યો હતો. ચંપાવતે કહ્યું કે 25 વર્ષથી ભાજપ અને આરએસએસમાટે કામ કરતો હતો. મારૂ વધતુ કદ અને સાબરકાંઢા લોકસભા બેઠકની દાવેદારીનાં પગલે મને ફસાવવામા આવ્યો છે. પોલીસ પાસે મારી સામે કોઇ પુરાવા નથી. 164નાં નિવેદનો લખાયા પણ ખોટા હતા. ચંપાવતે દાવો કર્યો કે તેની પાસે પોતાની વાત સાબિત કરવા માટે ઓડિયો વીડિયો રેકોર્ડિંગ અને અન્ય પુરાવા પણ છે. જે ટુંક જ સમયમાં તે જાહેર કરશે. જો આ દરમિયાન મને કાંઇ પણ થશે તો તેનાં માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આનંદીબેન પટેલ જવાબદાર રહેશે.

You might also like