કાલુપુર પોલીસની કસ્ટડીમાં રિક્ષાચાલક યુવકનું ભેદી મોત

અમદાવાદ: શહેરના અમદુપુરા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક યુવકનું કાલુપુર પોલીસની કસ્ટડીમાં ભેદી રીતે મોત થતાં ચકચાર મચી છે. કાલુપુર પોલીસે યુવકની સામે સીઆરપીસી ૧૫૧ મુજબ અટકાયતી પગલાં લીધાં હતાં. ગઈ કાલે આરોપીની અટકાયત કરીને ધના સુથાર પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યો હતો.

દરમિયાનમાં મોડી રાત્રે યુવકની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. કાલુપુર પોલીસે યુવકનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદુપુરા વિસ્તારમાં રહેતા ગફુરભાઈ નામના રિક્ષાચાલકની કાલપુર પોલીસે અટકાયતી પગલાં હેઠળ અટકાયત કરી હતી.

તેને ધના સુથાર પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાનમાં ગત મોડી રાત્રે અચાનક ગફુરભાઈની તબિયત લથડી હતી અને હોસ્પિટલ લઈ જતાં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

You might also like