ભાજપ જ ઉત્તરપ્રદેશમાં ફેલાયેલી અરાજકતા દુર કરી શકશે : કલરાજ મિશ્ર

સીતાપુર : કેન્દ્રીય સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રએ કહ્યું કે સપા સરકારના પાંચ વર્ષનાં કાર્યકાળ દરમિયાન પ્રદેશમાં અરાજકતાનું વાતાવરણ છે. લૂંટ, ચોરી, દુષ્કર્મની ઘટનાઓ આંતરે દિવસે બનતી રહે છે. ભાજપ જ એક એવી પાર્ટી છે જે દેશમાંથી અરાજકતા દુર કરી શકે છે.

કલરાજ મિશ્રએ ગુરૂવારે લખીમપુર સદર તથા શ્રીનગર અને સીતાપુરનાં હરગાંવ તથા લહરપુરનાં સભ્યનાં સમર્થનમાં જનસભાઓ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સપા સરકારમાં ખેડૂતોને તેમની બાકીની રકમ નથી મળી. માત્ર ચિડવવા માટે તેમને 50-50 રૂપિયાનાં ચેક મોકલવામાં આવ્યા હતા.યુવાનોને રોજગારનાં નામે ગુમરાહ કરવામાં આવ્યા છે.

જે તંત્રમાં પ્રતિભાનો આ રીતે અનાદર થતો હોય તે તંત્રને ઉખાડી ફેંકવું જોઇએ. મંત્રી અખિલેશ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બંન્ને વંશપરંપરાગત્ત પક્ષમાંથી આવી છે. સપા કોંગ્રેસના ગઠબંધનને નિષ્ફતાનું પરિણામ ગણઆવ્યું હતું. તેઓ દેશને ગુમરાહ કરીને જાતીવાદનાં આધારે સરકાર બનાવવા મથી રહ્યા છે.

You might also like