Categories: Gujarat

કલોલ તાલુકાના સઈજ ગામે ચાલતા જુગારના અડ્ડા પર દરોડો

અમદાવાદ: કલોલ તાલુકાના સઈજ ગામે જુગારના અડ્ડા પર ગાંધીનગર એલસીબીએ છાપો મારતા જુગારિયાઓએ પોલીસની પકડમાંથી છુટવા ભારે ધમપછાડા કરતાં ફિલ્મી જેવા દૃશ્યો સર્જાયાં હતાં. જોકે પોલીસે વિસ્તારના કોર્ડન કરી ૩૦ જુગારિયાને રંગેહાથ ઝડપી લઈ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે કલોલ તાલુકાના સઈજ ગામે પાણીની ટાંકી પાસે ખાંટવાસમાં અાવેલા એક મકાનમાં મોટાપાયે જુગાર ચાલતો હોવાની ગાંધીનગર એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી. અા બાતમીના અાધારે પોલીસે સઈજ ગામે ખાંટવાસ અાવેલા ભોપાજી ફુલાજી ઠાકોરના મકાનમાં દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે અાજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી ૩૦ જુગારિયાને અાબાદ ઝડપી લઈ ૧ લાખ ૫૩ હજારની રોકડ રકમ, રૂ. ૩.૫૩ લાખના વાહનો તેમજ અન્ય મુદ્દામાલ સહિત અાશરે રૂપિયા સાત લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અા અંગે ગુનો દાખલ કર્યો છે.

પકડાયેલા જુગારિયા
નરેશ ઠાકોર રહે. ઘુમા અમદાવાદ, કરણ ઠાકોર રહે. ઘુમા અમદાવાદ, ભરત પરીખ રહે. ઘુમા અમદાવાદ, ગોવિંદજી ઠાકોર, પોપટજી ઠાકોર, રમણજી ઠાકોર, રાજકુમાર પજવાણી, દીપક પટેલ, મહેન્દ્ર પટેલ, શૈલેશ કાપડિયા, ઉત્તમ બારોટ, ભાવેશ ઠાકોર, રાહુલ ઠાકોર, ભોપાજી ઠાકોર, સોમાજી ઠાકોર, ચંદુલાલ પટેલ, સલિમ મલેક, ગોવિંદજી ઠાકોર, સંજીવ ઠાકોર, ચંદ્રજી ઠાકોર, મહંમદમિયાં સિંધી, શંકરજી ઠાકોર, ભુપતજી ઠાકોર, ધર્મેન્દ્ર નાયક, સંજય ઠાકોર, અસકર સૈયદ, ચુનાજી ઠાકોર, કનુ પ્રજાપતિ અને પ્રવિણ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

15 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

15 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

15 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

16 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

16 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

16 hours ago