મને કોમર્શિયલ ફિલ્મો મળતી નથીઃ કલ્કિ

મૂળ ફ્રાન્સની ભારતીય અભિનેત્રી કલ્કિ કોચલીને ૨૦૦૯માં અનુરાગ કશ્યપ નિર્દેશિત ‘દેવ-ડી’ના માધ્યમથી હિન્દી ફિલ્મોમાં શરૂઅાત કરી હતી. ત્યારબાદ તેણે ‘ધ ગર્લ ઇન યલો બુટ્સ’, ‘શેતાન’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘યે જવાની હૈ દીવાની’, ‘માર્ગારેટા વિથ અ સ્ટ્રો’, ‘મંત્રા’ અને ‘નેક્સ્ડ’ જેવી ફિલ્મો કરી. તેની અાવનારી ફિલ્મોમાં ‘જિયા અૌર જિયા’, ‘રિબન’, ‘કે‌િન્ડ‌‌ફ્લિપ’ અને ‘અાઝમાઈસ-ટ્રાયલ્સ અોફ લાઈફ’ સામેલ છે. ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મો તરફ કલ્કિનો વધુ ઝુકાવ છે.
તે કહે છે કે મારી પાસે અાવા જ પ્રકારની ફિલ્મોની અોફર અાવતી હોય છે. સારી વાત છે કે મને વિવિધ પ્રકારનાં પાત્રો ભજવવાનો મોકો મળે છે. તે એક જેવા સબ્જેક્ટ હોતા નથી. અભિનેત્રી તરીકે મને દમદાર ભૂમિકાઅો મળે છે. હું કોમર્શિયલ ફિલ્મો કરવા ઇચ્છું છું, પરંતુ મારી પાસે વધુ સ્ક્રિપ્ટ અાવતી નથી. સિનેમા બિઝનેસ પણ છે. અહીં નાયક-નાયિકાઅોની જોડી પણ સમજી-વિચારીને બનાવાય છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સોશિયલ મીડિયા ઉમદા મંચ બની ચૂક્યું છે. અા અંગે વાત કરતાં કલ્કિ કહે છે કે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ખૂલીને પોતાનો મત વ્યક્ત કરે છે. અાજે અાપણી પાસે અાઝાદી છે, પરંતુ અાપણને ખ્યાલ નથી કે તેને હેન્ડલ કેવી રીતે કરીઅે. અા માટે કેવી રીતે જવાબદાર બનીઅે. સોશિયલ મીડિયા પર થતા નફરત ભરેલા ટો‌િલંગથી હું વ્યથિત થઈ જાઉં છું. મને લાગે છે કે કોઈ અા રીતે બેજવાબદાર બનીને કેમ બોલી શકે. મને લાગે છે કે નવી પેઢીને અાઝાદી સાથે મળનારી જવાબદારીને સમજવાની જરૂર છે. •

You might also like