મેં ફિલ્મો નહીં, ફિલ્મોએ મને પસંદ કરીઃ કલ્કિ

બોલિવૂડમાં ૧૦ વર્ષ કરતાં વધુ સમય વીતાવ્યા બાદ કલ્કિ કોચલિન પોતાની અભિનય સફરનું મૂલ્યાંકન કરે છે. તે કહે છે કે પહેલાં મારા માટે આ જગ્યા નવી હતી ત્યારે હું મારી ઇમેજને લઇ ચિંતિત હતી. વિચારતી હતી કે આ ઇન્ડસ્ટ્રી મારા વિશે શું વિચારતી હશે, પરંતુ ૧૦ વર્ષ બાદ હું રિલેક્સ થઇ ગઇ છું.

જ્યાં સુધી બોલિવૂડનો સવાલ છે, અહીં કેલ્ક્યુલેટેડ બિઝનેસ છે. અહીં કલાકારને તેના બોક્સ ઓફિસ કલેક્શનના આધારે માપવામાં આવે છે. જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોમાંથી વધુમાં વધુ પૈસા કમાવવાની ધારણા નહીં વધે ત્યાં સુધી આર્ટ અને કોમર્શિયલ સિનેમા વચ્ચે ભેદ રહેશે. પૈસા કમાવવાની નજર જ આર્ટ અને કોમર્શિયલ ફિલ્મોને બે ભાગમાં વહેંચે છે.

કલ્કિએ અત્યાર સુધી મોટા ભાગે પર્ફોર્મન્સ બેઝ્ડ ફિલ્મો કરી છે. તે કહે છે કે પર્ફોર્મન્સ બેઝ્ડ ફિલ્મો મારી ચોઇસ ન હતી, પરંતુ હું તેના માટે પસંદ કરાઇ. મને આ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો. મને આ પ્રકારની ઘણી ઓફર મળી રહી છે. મને જો કોમર્શિયલ ફિલ્મો કરવાની ઓફર મળશે તો તે જરૂર કરવા ઇચ્છીશ.

ભારતીય સિનેમામાં મેં મારી જગ્યા બનાવી લીધી છે. હું કામ કરું છું અને મને માત્ર મારા કામ સાથે પ્રેમ છે. ફિલ્મમાં પાત્ર અને કહાણીની માગ હોય તે પ્રમાણે હું હોમવર્ક કરું છું. •

You might also like