Categories: Lifestyle

કલાત્મક અને કથાઓથી ભરપૂર કલમકારી આર્ટ

ભારતમાં પરંપરાગત શૈલીઓનો ભંડાર ભરેલો છે. જેની કથાઓ નાટ્યરૂપે, સંગીત રૂપે તો ક્યાંક ચિત્ર રૂપે પ્રદર્શિત થતી હોય છે. આ આર્ટ વર્કને આજે ફેશનજગતમાં મોડર્ન વર્ક સાથે ‘કલમકારી’ના નામે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. કલાત્મક કારીગરી અને પૌરાણિક કથાઓથી ભરપૂર કલમકારી આર્ટ એક નવાં રંગરૂપ સાથેે તૈયાર કરવામાં આવી છે. જેમાં વિવિધ પેટર્ન અને ડિઝાઈન ટ્રેન્ડી અને નવો લુક આપે છે.

ઓલ્ડ ઇઝ ગોલ્ડ-કલમકારી આર્ટ વર્ક
કલમકારી આર્ટ ઘણી જૂની કળા છે. જેને દાયકાઓ પહેલાં લોકગીતોના કલાકારો અને ચિત્રકારો કોઈ હિન્દુ પૌરાણિક કથાને ગામલોકો સામે પ્રસ્તુત કરવા તૈયાર કરતા હતા. તે ખાસ કરીને કૅનવાસ પર પેઈન્ટિંગ દ્વારા તૈયાર કરવામાં આવતી હતી. શરૂઆતના સમયમાં કલમકારી આર્ટને લોકો પસંદ કરતા હતા, પરંતુ ધીરે ધીરે તેની લોકચાહના ઘટવા લાગી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આર્ટના જાણકારો તેને જીવંત કરવા લાગ્યા. ફરીથી એક વખત કલમકારી આર્ટ ફેશનમાં આવી રહી છે. આમ જણાવતાં ફેશન ડિઝાઈનર સુમિત ગોહેલ વધુમાં કહે છે કે, “આ પરંપરાગત આર્ટને નેચરલ કલર્સ વડે વાંસની પેન કે કલમથી કોટન અથવા સિલ્ક ફેબ્રિક ઉપર કરવામાં આવે છે. આ આર્ટને તૈયાર કરવા માટે લગભગ ૨૩ પ્રક્રિયા કરવામાં આવે છે.”

કલરફુલ કલમકારી
કલમકારી આર્ટમાં સામાન્ય રીતે ઇન્ડિગો, પીળા, રસ્ટ, કાળા અને લીલા જેવા કલરનો ઉપયોગ થાય છે. જ્યારે કલમકારીને પેઈન્ટ કરવા માટે કેમિકલ કલર કે કોઈ બીજા આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થતો નથી તે માત્ર નેચરલ ડાઇથી જ તૈયાર કરવામાં આવે છે. નેચરલ કલર જેવા કે, કાળો કલર બનાવવા માટે ગોળ, પીળો કલર કરવા દાડમના દાણા, લાલ કલર ખાસ પ્રકારના વૃક્ષની છાલ, ઇન્ડિગોમાંથી બ્લૂ તેમજ ગ્રીન કલર બનાવવા માટે પીળા અને ભૂરા કલરને ભેગા કરવામાં આવે છે.

કલમકારી આર્ટના પ્રકાર
ભારતમાં કલમકારી આર્ટ બે પ્રકારે કરવામાં આવે છે, જેમ કે, શ્રીકલાહસ્તી શૈલી અને મછલીપટ્ટનમ શૈલી. જેમાં કલમકારીના મછલીપટ્ટનમ શૈલીમાં રૂપાંકનોને ખાસ કરીને જટિલ હાથ દ્વારા ચિત્રના વિવરણની સાથે હાથકોતરણીથી પરંપરાગત બ્લોક વડે છાપવામાં આવે છે. જ્યારે ચિત્રકળાની શ્રીકલાહસ્તી શૈલી હિંદુ પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને લોકકથાઓનાં દૃશ્યોના વર્ણનથી પ્રેરિત હોય છે.

આજે ભારતનાં બે રાજ્યો ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં કલમકારીની બે વિવિધ પેટર્ન તૈયાર કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં કિલ્લાઓ, મહેલો અને ભારતનાં મંદિરોની ડિઝાઈન બનાવવાની પ્રેરણા મળે છે. જ્યારે ગુજરાતમાં પ્રાણીઓ, પક્ષીઓ, કૃષ્ણ, ગણેશ, પાર્વતી, વિષ્ણુ, બુદ્ધ, રાસલીલા, મહાભારત, રામાયણ, જેવાં પાત્રોને પ્રાધાન્ય આપવામાં આવે છે.

વર્તમાન કલમકારી આર્ટ
મુઘલ રાજવંશ શાસન દરમિયાન માન્યતા પામેલી કલમકારી આર્ટમાં શરૂઆતમાં ધાર્મિક ચિત્રો, પૌરાણિક ભારતીય દેવી-દેવતાઓને પ્રસ્તુત કરવામાં આવતાં હતાં. આજે આંધ્રપ્રદેશ કલમકારીના પ્રોડક્શન માટે પ્રખ્યાત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કલમકારી આર્ટના નિર્માણમાં આવેલા બદલાવને લીધે આ કળા લુપ્ત થઈ હતી, પરંતુ હાલ કેટલાક ફેશન ડિઝાઈનરોએ આ કળાને ફરી એક વખત જીવંત કરી છે.
સપના બારૈયા વ્યાસ

Krupa

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

20 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

21 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

21 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

22 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

23 hours ago