Movie review: ‘કલાકાંડી’ ગાળો અને સેક્સી સીનની ભરમાર છે, જાણો કહાની

૨૦૧૧માં આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘દિલ્હી બેલી’ના લેખક અક્ષત વર્માની પહેલી નિર્દેશિત ફિલ્મ છે ‘કલાકાંડી’. ‘દિલ્હી બેલી’ બ્લેક કોમેડી હતી. આ ફિલ્મ પણ બ્લેક કોમેડી છે. ‘દિલ્હી બેલી’ની જેમ જ આ ફિલ્મના સંવાદ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં છે. લોસ એન્જલસ અને કેલિફોર્નિયામાં અભ્યાસ કરી ચૂકેલા અક્ષત વર્માને ફિલ્મ ‘દિલ્હી બેલી’ના સ્ક્રીન પ્લે માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

‘કલાકાંડી’ એક મરાઠી શબ્દ છે. આ શબ્દનો પ્રયોગ લોકો તે સમયે કરે છે, જ્યારે તેમની જિંદગીમાં કંઇ પણ સારું થતું નથી એટલે કે નિરાશાથી ભરેલા જીવનમાં લોકો વારંવાર ‘કલાકાંડી’ બોલે છે. ‘કલાકાંડી’ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે. ફિલ્મની કહાણી ચોમાસાની મુંબઇની એક રાતની છે. એક રાતમાં છ અલગ અલગ લોકોની કહાણી એકસાથે ચાલે છે, તેમાં એક કહાણી રાયલીન (સૈફ અલી ખાન)ની છે, જે એક બેન્કર છે.

તેણે પોતાની જિંદગીમાં દરેક કામ અનુશાસન અને સંયમથી કર્યું છે. જિંદગીમાં ક્યારેય સિગારેટ પણ પીધી નથી. ક્યારેય રેડ સિગ્નલ પણ ક્રોસ કર્યું નથી, પરંતુ જ્યારે તેને જાણ થાય છે કે તેને પેટનું કેન્સર છે ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી જાય છે, પછી તે પોતાની બચેલી જિંદગી સંપૂર્ણ બદલવાનો નિર્ણય કરે છે. તે એવા લોકોને મળીને એવાં એવાં કામ કરે છે જેણે ક્યારેય કર્યાં નથી. તેણે સપનામાં પણ વિચાર્યું ન હોય તેવાં કામ કરે છે.

આ દરમિયાન તેની મુલાકાત કેટલાક અંડરવર્લ્ડ ગેંગસ્ટર્સ સાથે થાય છે. રાયલીનના નાના ભાઇ અંગદ (અક્ષય ઓબેરોય)ની પણ કંઇક અલગ સમસ્યા છે. તે પણ પોતાની સમસ્યાને સુલઝાવવાની કોશિશમાં લાગી જાય છે. મોન્સૂનની આ એક રાતમાં જિંદગી, મોત, પ્રેમ, બંદૂકો અને કર્મ બધું એકસાથે ભિંજાય છે. રાયલીનનું શું થાય છે? તેની જિંદગીમાં શું બને છે? તે બધું ફિલ્મમાં દર્શાવાયું છે.

You might also like