કાળ ભૈરવ ભગવાન શિવનું જ સ્વરૂપઃકાલાષ્ટમી

કાળ ભૈરવ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. ભગવાન શિવ ક્રોધિત થયા ત્યારે કાળ ભૈરવની ઉત્પતિ થઈ હતી. કાળ ભૈરવને પ્રસન્ન કરવા અત્યંત સરળ છે. જેવી રીતે શિવજી એક લોટા પાણીના અભિષેકથી પણ પ્રસન્ન થઈ જાય છે તેવી રીતે કાળ ભૈરવ પણ પૂજા અર્ચનાથી પ્રસન્ન થઈ જાય છે. રવિવારે બાબા ભૈરવના કેટલાક મંત્રનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાયથી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. રવિવારે કાળ ભૈરવને ફુલની માળા ચડાવવી, દીવો પ્રજ્વલિત કરવો અને કાળ ભૈરવના કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. આ ઉપાય કરવાથી તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ પણ મળે છે.
મંત્ર
ૐ ભં કાલ ભૈરવાય ફટ
ૐ ભયહરણં ચ ભૈરવાય નમઃ
મહાકાલ મંદિર : શિવજીના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દૂષણ નામના રાક્ષસના અત્યાચારને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયા ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.

મહાકાલનું શિવલિંગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે. તંત્રની નજરે આને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, વર્તમાન મંદિર મરાઠાકાલિન માનવામાં આવે છે. આનો જીર્ણોદ્વાર આજથી લગભગ 250 વર્ષ પહેલા સિંધિયા રાજઘરાનાનાં દીવાન બાબા રામચંદ્ર શેનવીએ કરાવ્યો હતો. મહાકાલ શિવલિંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે.

ભસ્મ આરતીના સમયે શિવજીને ગાયનાં છાણથી બનેલ રાખથી સજાવવામાં આવે છે. પહેલા અહીં મડદાંની ભસ્મથી આરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ અહીં ગાયના છાણની ભસ્મનો ઉપયોગ થવા લાગ્યો. અહીં સોમવારે અને શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણમાં અહીં ખાસ કરીને શ્રાવણ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં પંડિત જસરાજ મહારાજથી લઈને પંડિત બીરજુ મહારાજ જેવા ખ્યાતિમાન કલાકારો ભાગ લે છે.

ઉજ્જૈનનો સિદ્ધવડ, પ્રયાગનો અક્ષયવડ, વૃંદાવનનો વંશીવડ, નાશિકનો પંચવડ અને ગયાનો બોધીવડ આ બધા સમાન પ્રમાણે તેમની પવિત્રતા માટે પ્રસિદ્ધ છે. ક્ષિપ્રા નદીના કિનારે સિદ્ધવડ ઘાટ પાસે અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવે છે. સ્કંદપુરાણમાં આ તીર્થને પ્રેત શીલા તીર્થ કહ્યું છે. એક માન્યતા પ્રમાણે પાર્વતીજીએ અહીં તપ કરેલ છે. આ નાથ સંપ્રદાયની પૂજાનું સ્થાન છે.

મધ્યકાળમાં એક વખત આ વડ વૃક્ષને કાપીને તેના પર લોખંડની તાવડા જડી દેવામાં આવ્યા હતા પરંતુ આ વૃક્ષ તે તાવડાઓને તોડીને ફરીથી ઊગી નીક્ળ્યું હતું.•

You might also like