કાજોલ પણ મોદીની રાહે સ્વચ્છતા અભિયાનમાં, મળી પીએમ મોદીને

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી કાજોલ “હેલ્પ ધ ચાઇલ્ડ રીચ-5” અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી હતી. આ અભિયાન અંતર્ગત હાથોની સ્વચ્છતાની સારી આદતના મહત્વ અંગેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કાજોલ હિન્દુસ્તાન યૂનિલીવરના “સ્વચ્છ આદત, સ્વચ્છ ભારત” જેવી તમામ બાબતોને આધાર રાખીને હાથોની સ્વચ્છતા અંગેનો પ્રચાર કરી રહી છે. ત્યારે આ મામલે વધારે ચર્ચા કરવા માટે તે પીએમ મોદીને મળી હતી.

જ્યાં તેણે પોતાના વિચારોની આપલે કરી હતી. કાજોલે આ અંગે જણાવ્યું હતું કે તેણે પીએમ મોદીને છેલ્લાં ચાર વર્ષથી તે કેવી રીતે હાથોની સ્વચ્છતાના અભિયાન સાથે જોડાયેલી છે તે જણાવ્યું છે. સાથે જ આ અભિયાનની આંકડાકિય માહિતી પણ તેણે પીએમ સમક્ષ રજૂ કરી હતી અને અભિયાનની સફળતા અંગેની વાત કરી હતી.

કાજોલે વધુમાં જણાવ્યું હતું કે તે સ્કૂલોમાં જઇને આ અભિયાન દ્વારા બાળકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી સાથેની તેની મુલાકાત ઘણી જ સારી રહી હતી.

You might also like