ફિટ એન્ડ બ્યુટીફૂલ કાજોલ

પોતાના જમાનાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક કાજોલ માત્ર ફિલ્મી પરદા પર નહીં, પરંતુ રિયલ લાઇફમાં પણ હંમેશાં ફિટ રહેવાની કોશિશ કરતી હોય છે. તે માત્ર દેખાવમાં નહીં, પરંતુ રિયલમાં પણ હેલ્ધી રહેવા ઇચ્છે છે. ખાસ વાત એ છે કે કાજોલની ફિટ રહેવાની રીતને અપનાવવામાં આવે તો જિમમાં વર્કઆઉટ કર્યા વગર અને વધુ પડતો ખર્ચ કર્યા વગર ફિટ અને હેલ્ધી રહી શકાય છે. વધતી ઉંમરની સાથે કાજોલની ફિટનેસ અને સુંદરતા વધતી ગઇ છે તેનું કારણ એની સ્વસ્થ જીવનશૈલી છે.

કાજોલ આજે ૪૦ વર્ષે ૨૦ વર્ષની ઉંમરમાં દેખાતી હતી તેના કરતાં વધુ સુંદર લાગે છે. ફિટ રહેવા માટે તે કેટલાક સિમ્પલ નિયમોનું પાલન કરે છે. તે કહે છે કે હું ક્યારેય રાત્રે મોડા સુધી જાગતી નથી, કેમ કે સમયસર સૂવા અને જલદી ઊઠવામાં હું માનું છું. કાજોલ રોજ સવારે લગભગ દોઢ કલાક વર્કઆઉટ પણ કરે છે. તેને બંગાળી સ્વીટ ખાવી ખૂબ જ પસંદ છે, પરંતુ તે વધારે પડતી ચરબીને શરીર પર જામવા દેતી નથી અને નિયમિત વ્યાયામ કરીને તેને દૂર રાખે છે. આ રીતે તે ખુદને પસંદગીની વસ્તુઓ ખાવાથી રોકતી પણ નથી. તેની કોશિશ હંમેશાં એવી હોય છે કે સંતુલિત માત્રામાં ભોજન કરે અને પાણી પણ યોગ્ય માત્રામાં પીએ. •
http://sambhaavnews.com/

You might also like