હું પણ બોલિવૂડમાં જગ્યા બનાવીશઃ કાજલ

મુંબઈમાં ઊછરેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ એમબીએ કરવા ઇચ્છતી હતી, પરંતુ તેના કિસ્મતમાં અભિનેત્રી બનવાનું લખ્યું હતું. ફિલ્મ ‘ક્યૂં હો ગયા ના’માં એક નાનકડા પાત્રથી અભિનય કરિયર શરૂ કર્યા બાદ તેલુગુ ફિલ્મે તેને સ્ટાર બનાવી દીધી. હાલમાં તે તેલુગુ અને તામિલ ફિલ્મની ટોચની અભિનેત્રી છે, જોકે હવે ધીમેધીમે તે બોલિવૂડમાં પણ મહત્ત્વનું સ્થાન મેળવી રહી છે. અજય દેવગણ અને અક્ષયકુમાર જેવા બોલિવૂડના સ્ટાર સાથે કામ કર્યા બાદ તેણે ‘દો લફ્ઝોં કી કહાની’માં રણદીપ હુડા સાથે કામ કર્યું. રણદીપ અંગે વાત કરતાં તે કહે છે કે રણદીપ ખરેખર એક કમાલનો અભિનેતા છે. તેણે આ ફિલ્મમાં ખૂબ જ વિશ્વસનીય રીતે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે.

આમ તો કાજલને લોકો ‘સિંઘમ્’ અને ‘સ્પેશિયલ છબ્બિસ’ જેવી ફિલ્મોના માધ્યમથી ઓળખે છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ખાસ વાત એ છે કે દીપક તિજોરીનંુ નિર્દેશન ‘દો લફ્ઝોં કી કહાની’માં પ્રશંસનીય છે. સ્ક્રિપ્ટ સાંભળતાં જ કાજલ રાજી થઇ ગઇ હતી. કાજલ કહે છે કે હું તેલુગુ અને તામિલ ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છું. આવા સંજોગોમાં કદાચ બોલિવૂડ નિર્માતાઓને લાગતું હશે કે હું તેમને વધુ સમય નહીં આપી શકું જ્યારે સચ્ચાઇ એ છે કે હું સરળતાથી બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં મારું કામ કરી શકું છું. આમ પણ દુનિયા બદલાઇ ચૂકી છે. હવે કોઇ પણ ફિલ્મમાં અંતર રહ્યું નથી. મને ભરોસો છે કે ‘દો લફ્ઝોં કી કહાની’ બાદ બોલિવૂડમાં મને મારી જગ્યા બનાવવાનો મોકો મળશે. •

You might also like