કેરાના બાદ હવે ઢકોલાની દીવાલો પર લખ્યું, ‘અા મકાન વેચવાનું છે’

નવી દિલ્હી: શામલી જિલ્લાના કેરાના પ્રકરણનો મામલો હજુ ઠંડો પડ્યો નથી અને ગામ ઢકોલામાં પોલીસની અેકપક્ષીય કાર્યવાહીથી નારાજ થયેલા લોકોઅે હવે પોતાના ઘરની બહાર બોર્ડ લગાવી દીધાં છે કે અા મકાન વેચવાનું છે.

એક સમુદાયના લોકો એટલા બધા ભયભીત થયા છે કે પોતાનાં બાળકોને સ્કૂલે પણ મોકલી રહ્યા નથી. અન્ય સમુદાયના લોકોઅે પોલીસ ફોર્સ હટતાં ધર્મ સ્થળોથી દૂર જવાનું શરૂ કર્યું છે. કેટલાયે ગ્રામીણોઅે ગામ છોડવાનો નિર્ણય લીધો છે. અા અંગે એસઅો અટા મોહંમદે જણાવ્યું કે અા મામલાની કાર્યવાહી ચાલુ છે.

શામલી જિલ્લાના કેરાનામાં લગભગ બે-ત્રણ મહિના પહેલાં ભાજપ સાંસદ હુકમસિંહે અેક સમુદાયના લોકોની હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. અા મુદ્દાને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ સુધી પહોંચાડાયો છે. કેરાના સાંસદ હુકમસિંહે જણાવ્યું કે પ્રદેશમાં કાનૂની વ્યવસ્થા નબળી પડી હોવાના કારણે સેંકડો લોકો પલાયન કરી ચૂક્યા છે. કેટલાક લોકોઅે તો પોતાના ઘરની અાગળ અા મકાન વેચવાનું છે તેમ લખી દીધું છે.

અા ઘટના મીડિયામાં અાવ્યા બાદ અાખા દેશમાં ચર્ચાસ્પદ બની છે. બિજનોર જિલ્લાના ગામ ઢકોલામાં બે સમુદાયની વચ્ચે ધર્મ સ્થળોને લઈને કેટલાયે દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. અા ગામ મુસ્લીમ બહુમતી ધરાવે છે. અહીં હિંદુ સમુદાયના લોકો અોછા રહે છે. બે વર્ષ પહેલાં ગામમાં મસ્જિદનું નિર્માણ શરૂ થતાં મામલો ગરમ થયો હતો.

પોલીસે તેના નિર્માણ પર પ્રતિબંધ મૂકી દીધો. મસ્જિદ પર પુનઃ નિર્માણ કરીને લાઉડ સ્પીકર લગાવવા પર હિંદુ સમુદાયના લોકોઅે પણ ગામમાં મંદિર બનાવવા માટે સાફસફાઈ શરૂ કરી. તેના પર મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો. એક સમુદાયના લોકોઅે પણ ગામ છોડવાનો નિર્ણય પણ લઈ લીધો. ઘર છોડવાની વાત પર તંત્રમાં હોબાળો થયો છે.

You might also like