નેપાળમાં ફસાયાં 1500થી વધુ ભારતીય યાત્રાળુઓ, 2નાં મોત, રેસ્ક્યૂ શરૂ

કૈલાશ માનસરોવરની યાત્રા પર નિકળેલા 1500થી પણ અધિક ભારતીય તીર્થયાત્રીઓ ખરાબ વાતાવરણને લઇને તિબ્બતની પાસે નેપાળનાં પહાડી વિસ્તારમાં ફસાયેલા છે. ભારતે આ તીર્થયાત્રીઓને નિકાળવા માટે નેપાળ પાસે મદદ માંગી છે. ભારતીય શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરવાની કોશિશ ભારે તેજ થઇ ગઇ છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નિવેદન રજૂ કરતા કહ્યું કે તેઓ આ રૂટની સ્થિતિ પર નજર રાખીને બેઠેલ છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારનાં રોજ જણાવ્યું કે અંદાજે 525 તીર્થયાત્રી સિમિકોટ, 550 હિલસામાં અને અંદાજે 500 તીર્થયાત્રીઓ તિબ્બત તરફ ફસાયેલા છે. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે ભારતે નેપાળ સરકાર જોડેથી ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને નિકાળવા માટે સેનાનું હેલિકોપ્ટર આપવાનો આગ્રહ કર્યો છે.

સુષ્માજી દ્વારા કરવામાં આવેલ એક બાદ એક ટ્વિટમાં કહ્યું કે ભારતે તીર્થયાત્રીઓ અને તેઓનાં પરિવારને માટે હૉટલાઇન સ્થાપિત કરી દીધી છે. તેઓને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સૂચનાઓ આપવામાં આવશે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે હિલસામાં અમે પોલીસ અધિકારીઓને પણ જરૂરી સહાયતા માટે મદદનો પણ આગ્રહ કર્યો છે.

હિલસામાં ખરાબ વાતાવરણને કારણે 104 કૈલાસ માનસરોવર તીર્થયાત્રીઓને સિમીકોટથી હિલસા ખાતે લાવવામાં આવ્યાં. ત્યાં જ કૈલાશ માનસરોવરનાં દર્શન કરવા આવેલ 2 ભારતીય તીર્થયાત્રીઓનાં મોત પણ થઇ ગયાં છે.

હુમ્લા જિલ્લા પોલીસ કાર્યાલયે જણાવ્યું કે કેરલની 56 વર્ષીય નારાયણમ લીલાની સોમવારનાં સિમકોટ સ્થિત એક હોટલમાં જ્યારે આંધ્ર પ્રદેશની સત્યલક્ષ્મીની રવિવારનાં રોજ તિબ્બતનાં તાક્લાકોટમાં મોત થઇ ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં માનસરોવર આવેલ 8 ભારતીય તીર્થયાત્રીઓનાં મોત થઇ ચૂક્યાં છે. પોલીસે જણાવ્યું કે હાઇ અલ્ટીચ્યૂડથી ઉત્પન્ન થનાર શારીરિક સમસ્યાઓનાં કારણે આ મોત થયાં છે.

You might also like