પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂઃ છેલ્લી તારીખ ૧૫ માર્ચ

નવી દિલ્હીઃ કૈલાસ માનસરોવર યાત્રા માટે ૧ ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા ૧૨ જૂનથી ૮ સપ્ટેમ્બર સુધી જારી રહેશે. આ દુર્ગમ યાત્રા બે રૂટ દ્વારા સંપન્ન કરી શકાય છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર ૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને ૭૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

કૈલાસ માનસરોવર યાત્રા માટે ૧૫ માર્ચ સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કૈલાસ માનસરોવર ચીનના તિબેટમાં આવેલું છે. આ યાત્રા ઉત્તરાખંડના લીપુલેખ પાસમાંથી પસાર થાય છે. એક યાત્રી પાછળ રૂ. ૧.૬ લાખનો ખર્ચ આવે છે. કૈલાસ માનસરોવર યાત્રા ૬૦-૬૦ યાત્રીઓના ૧૮ જથ્થામાં આગળ વધે છે. પ્રત્યેક જથ્થા માટે આ યાત્રાની સમય મર્યાદા ૨૪ િદવસની હોય છે. તેમાંથી ત્રણ િદવસ દિલ્હીમાં તૈયારી પાછળ જાય છે.

દિલ્હી સરકાર કૈલાસ માનસરોવરના યાત્રીઓ માટે સંયુક્ત રીતે રહેવા-જમવાની વ્યવસ્થા વિના મૂલ્યે કરે છે. કૈલાસ માનસરોવર યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. કૈલાસ માનસરોવર યાત્રાનો બીજો રૂટ સિક્કિમના નાથુલા પાસથી પસાર થાય છે.
http://sambhaavnews.com/

You might also like