ઇન્સ્ટાપર આવતા જ નોટી થઇ કેટરિના : અત્યંત હોટ તસ્વીર કરી ટ્વીટ

મુંબઇ : બોલિવુડ અભિનેત્રી કેટરીના કેફ હાલમાં બી ટાઉનની હોટ ગોસિપ લિસ્ટમાં છે. સોશિયલ મીડિયા ફેસબુક બાદ હવે તે ઇન્સ્ટાપર પર પણ આવીને પોતાના ફેન્સને ચોકાવી દીધા છે. આમ તો ચોંકાવનારા સમાચાર તે પણ છે કે હાલમાં જ કેટરીએ પોતાનું એક ફોટોશુટ કરાવ્યું હતું જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે.
Kat
(કેટરિના કૈફની સેક્સી તસ્વીર થઇ વાઇરલ)

ફેમસ સેલિબ્રિટી ફેશન ફોટોગ્રાફર મારિયો ટોસ્ટિનો માટે તેમનાં પ્રતિષ્ઠિત ટોવેલ સીરીઝ માટે કેટરિનાએ ફોટોશૂટ કરાવ્યું છે. મારિયો ટોસ્ટિનોની આ સીરીઝ પ્રખ્યાત હસ્તીઓની એક અલગ સાઇડને દેખાડે છે. એક ફોટોશુટની તસ્વીર મારિયો ટોસ્ટિનોનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાય છે જેમાં દરેક સેલેબ્રિટીની એક અલગ જ ઇમેજ અને તેની સુંદરતા જોવા મળે છે.

Kf
(મારિયો ટોસ્ટિનોએ બોલિવુડની એકમાત્ર અભિનેત્રી કેટરિનાની તસ્વીર ખેંચી)

આ સીરિઝમાં વાઇટ ટોવેલ સાથે કેટ મોસ, ક્રિસ્ટન સ્ટીવર્ટ, સેલેના ગોમઝ, જસ્ટિન બિબર અને કેંડલ જેનર જેવા હોલિવુડ સ્ટાર્ટ કેમેરા માટે અલગ અલગ તસ્વીરોમાં પોઝ આપી ચુક્યા છે. હવે કેટરિના કેફનું નામ પણ આમાં જોડાઇ ચુક્યું છે. તે બોલિવુડની એકમાત્ર સેલેબ્રિટી છે જેણે મારિયો ટોસ્ટિનોનાં ટોવેલ સીરિઝ માટે ફોટોશુટ કરાવ્યું છે. આ તસ્વીરમાં તેની સેક્ટી બેક અને ટોન્ડ બોડી સ્પષ્ટ જોઇ શકાય છે.

You might also like