‘કહાની ઘર ઘર કી..’ ફેમ કિરણ કરમરકર-રિંકૂ 15 વર્ષના લગ્નજીવનનો અંત લાવશે

વર્ષ 2001ની સુપરહિટ ટીવી સિરીયલ કહાની ઘર ઘર કીથી પ્રખ્યાત થયેલ કપલ કિરણ કરમરકર અને રિંકુ ધવન હવે ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. જો કે સિરીયલમાં બંને જણાએ ભાઈ બહેનની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો અને બંને જણાએ લગ્ન કરી લીધા.

હવે સાંભળવા મળી રહ્યું છે કે, 15 વર્ષના આ લગ્ન તૂટવા જઈ રહ્યા છે. જો કે રિંકૂ અને કિરણ એક વર્ષથી અલગ રહે છે. બંનેનો એક પુત્ર પણ છે, પરંતુ તેમના
સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. બંને જણા રોજરોજની લડાઈ કરતાં છૂટાછેડા લેવા સારું તેવું વિચારી રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં કિરણે છૂટાછેડાની વાતનો સ્વીકાર પણ કર્યો હતો. જો કે છૂટાછેડા માટે કોઈ ખાસ કારણ આપ્યું ન હતું, પરંતુ બંને વચ્ચે મતભેદો વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષ ટીવી ઈન્ડસ્ટ્રીઝની ઘણી હસ્તિઓ માટે દર્દનાક રહ્યું છે.

આ વર્ષે વિવિયન ડિસોઝા- વાહબિજ દોરાબજી, પંક્તિ ઠક્કર- પ્રાચી, સુમિત વ્યાસ-શિવાની, અમિત ટંડન-રૂબી ટંડન અને પીયૂષ સહદેવ અને આકાંક્ષા રાવત પણ છૂટાછેડા લઈ રહ્યા છે.

You might also like