શું “કહાની-2” બદલશે વિદ્યાની કહાની.. જુઓ ઓફિશ્યિલ ટ્રેલર?

મુંબઇઃ વિદ્યા બાલનની “કહાની-2”નું ઓફિશ્યલ ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મ વિદ્યાની વર્ષ 2012ની ફિલ્મ કહાનીની સિક્વલ ફિલ્મ છે. આ ફિલ્મે વિદ્યા બાલનને ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ આપી હતી. સાથે જ આ ફિલ્મ હિટ પણ રહી હતી. ત્યારે હવે આ ફિલ્મની સિકવલ એટલે કે “કહાની-2”નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. સુજોય ધોષની આ ફિલ્મનું ટ્રેલર જોતા એવું લાગી રહ્યું છે કે તે એક થ્રીલર ફિલ્મ છે. ટ્રેલરમાં વિદ્યાનું કેરેક્ટ ભાવુક બતાવવામાં આવ્યું છે. તે વોન્ટેડ છે કે પછી પરિસ્થિતીથી મજબુર છે તે ટ્રેલર જોઇ કહી શકાય તેમ નથી. આ ફિલ્મમાં કોલકતાના સીન છે.

વિદ્યાની ફિલ્મ કહાની એક જબરજસ્ત થ્રીલર ફિલ્મ હતી. આવી ફિલ્મ હજી સુધી બોલિવુડમાં જોવા મળી નથી. ત્યારે તેની સિકવલ પણ દમદાર હશે તેવું ટ્રેલર જોતા લાગી રહ્યું છે. આ ફિલ્મમાં કેરેક્ટર આર્ટીસ્ટનો પણ મહત્વનો રોલ છે. વિદ્યા એક ઉમદા એક્ટર છે તે વાત તેણે તેની ફિલ્મ પરિણીતાથી સાબિત કરી આપી છે. ત્યારે આ ફિલ્મના ટ્રેલરને જોતા પણ એ વાત સ્પષ્ટ સાબીત થઇ જાય છે કે વિદ્યા એક કમાલની એક્ટ્રેસ છે. ત્યારે જોવાનું એ રહેશે કે કહાની-2નું આ દમદાર ટ્રેલર લોકોને ફિલ્મ જોવા માટે સિનેમા ઘર સુધી ખેંચી જશે કે નહીં.

You might also like