કબીરખાન બજરંગી ભાઇજાન-2 બનાવશે

મુંબઇ: બોલીવુડના જાણીતા નિર્દેશક કબીર ખાન તેમની સુપરહીટ ફિલ્મ બજરંગી ભાઇજાનની સીક્વલ બનાવી શકે છે. સલમાનને વર્ષ 2015માં ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ બનાવી હતી .

ફિલ્મનું નિર્દેશન કબીરખાને કર્યુ હતું. ફિલ્મમાં સલમાન ખાન સિવાય કરીના કપૂર, હર્ષાલી અને નવાઝુદીન સિદિકને મહત્વની ભૂમિકા ભજવી હતી. સલમાનને એક એવોર્ડ દરમિયાન પૂછવામાં આવ્યું ત્યારે પણ તેને બજરંગી ભાઇજાનની સીક્વલ બનાવાની વાત ટાળી દીધી હતી પરંતુ તાજેતરમાં જ સલમાન ખાન અને કબીર ખાનને સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં નવાઝુદીન સિદિક પણ પાર્ટીમાં હાજર હતા. ત્રણે પાર્ટીમાં સારો એવો સમય સાથે પસાર કર્યો હતો અને ઘણી વાતો કરતાં પણ જોવા મળ્યા હતાં. જોકે હજુ સુધી ભાઇજાન 2 પર કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ઘણી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે કે કબીર તેની સિક્વલ પર કામ કરશે.

You might also like