કભી કભી ફિલ્મને થયા 41 વર્ષ, જાણો ફિલ્મ સાથે જોડાયેલી વાતો

મુંબઇઃ ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આયા હે..’ અમિતાભ બચ્ચની અવાજમાં આ કવિતા આજ દિન સુધી લોકોના દિલોમાં ઘર કરી ગઇ છે. યશ રાજ બેનર હેઠળની આ ફિલ્મને ચાર દશક પૂરા થયા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ચાર કરોડની કમાણી કરી છે. ત્યારે આ ફિલ્મ સાથે જોડાયેલી આવી જ કેટલીક મહત્વની વાતો પર કરીએ એક નજર

  • ફિલ્મ કર્યા બાદ ‘કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હે..’ અમિતાભ બચ્ચનનો સૌથી પસંદગીના ડાયલોગ્સમાંથી એક બની ગયો હતો.
  • અમિતાભ બચ્ચન, શશિ કપૂર અને યશ ચોપડાની આ ત્રીજી સફળ ફિલ્મ છે. આ ત્રણએ દીવાર, કભી કભી, ત્રિશૂલ, કાલા પથ્થર અને સિલસિલા ફિલ્મો કરી હતી.
  • કભી કભી ડિરેક્ટર તરીકે યશ ચોપરાની બીજી ફિલ્મ હતી.
  • દિવારના એગ્રી યંગમેનના કિરદારમાં બંધાયેલા અમિતાભ બચ્ચની આ ફિલ્મે એક રોમેન્ટિક હિરો તરીકેની ઇમેજ બનાવી હતી.
  • આ ફિલ્મમાં અમિતાભના માતા પિતા હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન નાના રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તે રાખીના માતા પિતા હતા.
  • આ ફિલ્મ રાખીને ધ્યાનમાં રાખીને લખવામાં આવી હતી. રાખી તે સમયે ફિલ્મ ‘દાગઃ એ પોઇમ ઓફ લવ’ કરી રહી હતી. આ ફિલ્મ પૂરી કર્યા બાદ તેમણે ગુલઝાર સાથે લગ્ન કર્યા હતા. ગુલઝાર ઇચ્છા હતા કે રાખી લગ્ન બાદ ફિલ્મો ન કરો.
  • યશ ચોપરા આ ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારે લાલને આપવા માંગતા હતા. પરંતુ સાહિર લુધિયાનવીને એવું હતું કે તેઓ સંગીતને યોગ્ય ન્યયા નહીં આપી શકે. તેથી જ ખૈયામ સાહેબે સંગીત આપ્યું હતું.
  • આ એક માત્ર ફિલ્મ છે જેમાં શશિ કપૂરે તેમના ભત્રીજા રિશી કપૂરના પિતાનો રોલ કર્યો હતો.
  • યશ ચોપરા આ ફિલ્મમાં ઋષિ કપૂરની સાથે પરવીન બાબીને લેવા માંગતા હતા. પરંતુ નીતુ સિંહને લીધી હતી. આ ફિલ્મ દરમ્યાન ઋષિ અને નીતુ સિંહ પ્રેમમાં પડ્યા હતા.
  • http://sambhaavnews.com/
You might also like