4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઇ રજનકાંતની ફિલ્મ કબાલી

મુંબઇઃ રજનીકાંત સ્ટારર કબાલી શુક્રવારે 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે. ચેન્નઇમા એક થિયેટરમાં સવારે 4 વાગ્યે શો રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મને જોવા માટે રજનીકાંતના ફેન્સે કેટલાય દિવસ પહેલાંથી એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. છતાં કેટલાક ફેન્સ ટિકિટની આશાએ આખી રાત ટિકિટ બારીની બહાર લાઇનો લગાવીને ઉભા હતા.

રજનીકાંતની આ ફિલ્મને લઇને ફ્રેન્સ ખૂબ જ ક્રેઝી છે. શરૂઆતના શો હાઉસફૂલ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ બેલ્કમાં ટિકિટ ખરીદી હતી. એક વ્યક્તિએ તો 14 હજાર રૂપિયામાં ટિકિટ ખરીદીને રજનીકાંતની ફિલ્મ જોઇ હતી. પેરિસમાં રેક્સ સિનેમા બહાર ફેસ્ટિવલ જેવો માહોલ જોવા મળ્યો હતો. અનેક થિયેટરોની બહાર ફાટાકડા પણ ફોડવામાં આવ્યાં હતા.

You might also like