કબાલીએ પહેલા જ દિવસે તોડ્યા બધા રેકોર્ડ

અભિનેતા રજનીકાંતની શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મ ‘કબાલી’એ તમામ રેકોર્ડ્સ બ્રેક કરી દીધા છે. ફિલ્મે રિલીઝ થયાના પહેલા જ દિવસે 250 કરોડની કમાણી કરી છે. સલમાન ખાનની સુલતાનને પછાડીને બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.

શુક્રવારે આ ફિલ્મ 10,000થી વધુ સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે માત્ર તમિલનાડુના થીયેટરમાંથી જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના નિર્માતાના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ફિલ્મે 250 કરોડની કમાણી કરી છે. જેમાંથી 100 કરોડ તમિલનાડુમાંથી અને 150 કરોડ ભારતના અન્ય રાજ્યોમાંથી કમાણી કરી છે. તો વિદેશમાંથી પણ આ ફિલ્મે 100 કરોડની કમાણી કરી છે.

ડિસ્ટ્રીબ્યૂટર્સ કંપની સિનેગેલેક્સીના સંસ્થાપક સંજય દુસારીએ જણાવ્યું છે કે, ‘ઉત્તર અમેરિકામાં કોઇ પણ ભારતીય ફિલ્મના પ્રીમિયર શોની આ સર્વશ્રેષ્ઠ ઓપનિંગ છે. ફિલ્મના પ્રિમીયર શો એ 20 લાખ ડોલરની કમાણી કરી છે. આમાં કબાલીના તમિલ અને તેલુગૂ બંને ભાષા છે. ‘કબાલી અમેરિકા અને કેનેડામાં પણ 400થી વધારે સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે.

You might also like