અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડ કપનો પ્રારંભ, 12 દેશોએ લીધો ભાગ

અમદાવાદ: કબડ્ડી વર્લ્ડ કપના આજે થનારા પ્રારંભ સાથે આયોજકો અને ભાગ લઈ રહેલા વિવિધ રાષ્ટ્રના ખેલાડીઓએ રમતને વિશ્વભરમાં લોકપ્રિયતાની નવી ઊંચાઈએ પહોંચાડવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગઈ કાલે પ્રસાર માધ્યમોને સંબોધતા ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (આઈકેએફ)ના વડા દેવરાજ ચતુર્વેદીએ કહ્યું કે, ”કબડ્ડી રમતા ૩૨ દેશમાંથી ૧૨ દેશ બે સપ્તાહ ચાલનારા આ વર્લ્ડકપમાં ભાગ લઈ રહ્યા છે. વર્લ્ડકપની ૨૨ ઑક્ટોબરે પૂર્ણાહુતિ થશે. આ વર્લ્ડકપ અમદાવાદમાં નવા બંધાયેલા ટ્રાન્સસ્ટેડિયાના ખાતે ખાતે રમાશે.

ભાગ લેનાર ૧૨ દેશમાં ભારત, સંયુક્ત આરબ અમિરાત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈરાન, પોલેન્ડ, થાઈલેન્ડ, બંાગલાદેશ, દક્ષિણ કોરિયા, જાપાન, આર્જેન્ટિના અને કેન્યાનો સમાવેશ થાય છે. ૧૨ ટીમને બે વિભાગમાં વહેંચી દેવામાં આવી છે.

એલઓસી પરના તણાવને કારણે પાકિસ્તાનને આ સ્પર્ધામાંથી બાકાત રખાયું છે. આજે સ્પર્ધાના આરંભિક દિવસે ભારત અને દક્ષિણ કોરિયા તથા અમેરિકા અને ઈરાન વચ્ચે મેચ રમાશે. વર્લ્ડકપનું લગભગ ૧૨૦ દેશમાં જીવંત પ્રસારણ થવાનું છે.

You might also like