રિતિક યામીનું “કાબિલ” ટ્રેલર ખરેખર છે કાબિલે તારીફ

મુંબઇઃ સુપર સ્ટાર રિતિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ “કાબિલ”નું ટ્રેલર સામે આવ્યું છે. ફિલ્મ અભિનેતા રિતિક રોશન અને અભિનેત્રી યામી ગોતમ બંને આ ફિલ્મમાં પ્રજ્ઞાચક્શુનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં બંને એક બીજાને ખૂબ જ પ્રેમ કરી રહ્યાં હોય તેવું દર્શાવ્યું છે. પરંતુ અચાનક તેમના જીવનમાં એવી ઘટના બને છે કે બંનેની જિંદગી વિખેરાઇ જાય છે.

રોમાન્સ સાથે આ ફિલ્મમાં એક્શન અને ઇમોશન્સનો તડકો પણ જોવો મળી રહ્યો છે. ટ્રેલર 2 મિનિટ અને 22 સેકન્ડનું છે. જેમાં રિતિક રોશનના ડાન્સની ઝલકથી લઇને ઇમોશન્સ અને એક્શન બધુ જ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં રોનિત રોય અને રોહિત રોય બંને છે. આ ફિલ્મ 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થવા જઇ રહી છે.

You might also like