ભાષાશાસ્ત્રીનો ક ગયો ને કાનો રહ્યો

ગુજરાતી સાહિત્યમાં વ્યાકરણના પ્રખર જ્ઞાતા તરીકે જાણીતા કે. કા. શાસ્ત્રીએ જૂના અને પૌરાણિક ગુજરાતી ગ્રંથોના સંપાદનમાં ગુજરાતી હસ્તપ્રતોને આધારેે ગુજરાતી કવિઓને લગતી માહિતીના સંકલનમાં, ગુજરાતી ભાષા, વ્યાકરણમાં અને કોશના સંદર્ભમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિના ઉપનામથી ખ્યાતનામ કે. કા. શાસ્ત્રીને પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં પણ આવ્યા હતા.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સરકારી આર્ટ્સ કૉલેજને કે. કા. શાસ્ત્રીનું નામ આપવામાં આવ્યું છે. કે. કા. શાસ્ત્રી શૈક્ષણિક સંકુલમાં પદ્મશ્રી કે. કા. શાસ્ત્રી સ્મૃતિકક્ષ પણ છે. સ્મૃતિકક્ષમાં કે. કા. શાસ્ત્રી સ્મૃતિકક્ષ એમ લખાયું છે. સ્મૃતિકક્ષમાં લખાયેલા નામમાં જાણે કે ભાષાશાસ્ત્રીના નામનો ક રહ્યો ને કાનો નીકળી ગયો છે. એટલે સ્મૃતિકક્ષની બહાર પદ્મશ્રી કે. પછી કાનો અને શાસ્ત્રી સ્મૃતિકક્ષ રહ્યું છે.

ગુજરાતી વિભાગના પ્રોફેસર નિસર્ગ આહીરે કહ્યું કે, “કે. કા.શાસ્ત્રી સ્મૃતિકક્ષની બહાર લાકડાના બેકગ્રાઉન્ડમાં સ્ટીલની પ્લેટમાં નામ લખ્યું છે. અહીંથી પસાર થતાં વિદ્યાર્થીઓના સ્પર્શથી અંદર પહેલા નામાક્ષરોમાંથી ‘ક’ નીકળી ગયો છે.” જો વિદ્યાર્થીઓ વારસાની જાળવણી શીખે તો આવી ભૂલ થાય નહીં. વિદ્યાર્થી માટે નાની વાત આજે મોટી ભૂલ સાબિત થઈ છે.

You might also like