12 જ્યોતિર્લિંગ સ્વરૂપે બીરાજમાન ભોળાનાથ

સૌ કોઇનાં કલ્યાણાર્થે દેવાધિદેવ ભોળાનાથ યાત્રાધામોમાં લિંગ સ્વરૂપે બીરાજયા છે. પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શિવજી સર્વવ્યાપી છે અને સદાકાળ છે. શિવ પુરાણમાં કહે છે કે જે સ્થાનોમાં ભકતજનોએ ભોળાનાથની પૂજા અર્ચના કરી, તે સ્થાનોમાં મહાદેવજી પ્રગટ થયા અને જ્યોર્તિલિંગ સ્વરૂપે સદાકાળ રહ્યા છે.

આપણા દેશમાં બાર જયોતિર્લિંગ છે. તેમનું પૂજન, અર્ચન પ્રાર્થના અને સ્મરણ માત્રથી ભકતજન જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે. દેશમાં વિવિધ સ્થળોએ આપણા આ ૧ર જયોતિર્લિંગનું ઘણું મોટું મહાત્મ્ય છે.

દેશના અલગ-અલગ ભાગમાં આવેલા ભગવાન શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગ આવેલાં છે. તેમને દ્વાદશ જ્યોતિર્લિંગના નામે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગના દર્શન, પૂજા, આરાધનાથી ભક્તોના જન્મ-જન્માંતરના બધાં પાપ ધોવાઇ જાય છે.

આપણા દેશમાં જેટલાં તીર્થસ્થાનો છે તેટલાં બીજા બહુ ઓછા દેશોમાં હશે. એનું એક કારણ સંસ્કૃતિની લાંબી પરંપરા તો બીજું કારણ ધર્મો અને સંપ્રદાયોની બહુલતા. એક હિંદુ ધર્મમાં જ કેટલાં દેવદેવી અને તેમને પૂજનારા સંપ્રદાય છે તેમાંનો એક મહત્ત્વનો સંપ્રદાય શિવભક્તોનો છે.

જે કોઇ શ્રદ્ધાળુ ભકત પૂર્ણ શ્રદ્ધા અને ભાવનાથી વહેલી પરોઢે જાગીને બાર જયોતિર્લિંગનાં નામોનું સ્મરણ કરે, પાઠ કરે, તો તેની સાત પેઢીઓનાં પાપોનું નિવારણ થાય છે અને ભકતજનની સર્વ મનોમકામના પૂર્ણ થાય છે. દેશમાં જુદાં જુદાં સ્થળે જયોતિર્લિંગ સ્વરૂપે બીરાજમાન મહાદેવજી સદાય સર્વજનોનું કલ્યાણ કરે છે.

દેશના જુદા જુદા ભાગોમાં આવેલાં બાર જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ મહત્ત્વ છે.
• આ જ્યોતિર્લિંગ નીચે મુજબ છે.
૧. સોમનાથ – સૌરાષ્ટ્ર, ગુજરાત
૨. મલ્લિકાર્જુન – શ્રીશૈલ, આંધ્રપ્રદેશ
૩. મહાકાલ – ઉજ્જૈન, મધ્યપ્રદેશ
૪. મમલેશ્વર – ઓંકારેશ્વર, મધ્યપ્રદેશ
૫. વૈદ્યનાથ – પરલી, મહારાષ્ટ્ર
૬. ભીમાશંકર – ડાકિની (પુણ્યાજવળ), મહારાષ્ટ્ર
૭. રામેશ્વર – સેતુબંધ, તામિલનાડુ
૮. નાગેશ્વર – દારુકાવન (ઔંઢ્યા નાગનાથ), મહારાષ્ટ્ર
૯. વિશ્વેશ્વર – વારાણસી, ઉત્તર પ્રદેશ
૧૦. ત્રંબકેશ્વર – નાસિક જવળ, મહારાષ્ટ્ર
૧૧. કેદારેશ્વર – હિમાલય, ઉત્તરાંચલ
૧૨. ઘૃષ્ણેશ્વર – વેરૂળ, મહારાષ્ટ્ર

જ્યોતિર્લિંગને મહાદેવના નિરાકાર, અનાદિ, અનંત, સ્વયંભૂ અને ચમત્કારી સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના દર્શન જ નહીં, નામ સ્મરણ પણ જીવનની દરેક મુશ્કેલીઓ કે સંકટોથી મુક્ત કરનારું છે. શાસ્ત્રોમાં પાપ, પીડા અને સંકટનાશક દ્વાદશ જ્યોતિર્લિંગનાં સ્મરણનું મહત્વ જણાવ્યું છે.•

You might also like