જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાની બેઠક પરથી લડશે ચૂંટણી

કોંગ્રેસે સાત ઉમેદવારની નવી યાદી જાહેર કરી છે. જેમાં મધ્યપ્રદેશના ત્રણ, પંજાબના બે અને બિહાર-કાશ્મીરના એક એક ઉમેદવારનો સમાવેશ થાય છે. આ યાદીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ મોખરે છે. જેઓ પોતાની જ સીટ ગુનાથી ચૂંટણી લડશે.

કોંગ્રેસના પ્રવકતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારી પંજાબની આનંદપુર સાહિબની બેઠક પરથી ચૂંટણી લડશે. મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી શૈલેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રાજગઢની બેઠક પરથી મોના સુસ્તાનીને ટિકિટ આપવામાં આવી છે.

પંજાબની સંગરુર બેઠક પર કેવલસિંઘ ધિલ્લોનને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બિહારના વાલ્મીકિ નગરથી શાશ્વત કેદારને ટિકિટ અપાઈ છે. જમ્મુ-કાશ્મીરની લડાખ બેઠક પરથી રિજિન પાલબાર ઉમેદવાર રહેશે.
દિગ્વિજયસિંહ સામે ઉમા ભારતીને ઉતારાશે?

દરમિયાન ભોપાલની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ સામે કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી અથવા સાધ્વી પ્રજ્ઞાસિંહને ટિકિટ આપવા માટે ભાજપ વિચારી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમા ભારતીએ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી, જ્યારે સાધ્વી પ્રજ્ઞાસિંહ હાલ માલેગાવ બ્લાસ્ટ કેસમાં જામીન પર છે.

ભોપાલને ભાજપની સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. છેલ્લાં ૩૦ વર્ષથી આ બેઠક પર ચૂંટણી લડતો આવ્યો છે, પરંતુ આ વખતે દિગ્વિજયસિંહને કોંગ્રેસે મેદાનમાં ઊતાર્યા છે અને તેથી ભાજપ માટે કપરાં ચઢાણ છે.

You might also like