‘મારા કેબિનેટમાં મોદીના મંત્રિમંડળ કરતાં વધુ સિખ’

વોશિંગ્ટન: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડે પોતાની ઉદાર છબિના લીધે સીખોમાં જોરદાર લોકપ્રિય છે. તેમને પહેલાં પણ ઘણીવાર સિખોની સાથે ભાંગડા કરતાં ગુરૂદ્વારામાં જોયા છે.

આ ઉપરાંત દિવાળી પર ગુરૂદ્વારા સાહિબમં યોજાનાર ગુરબાની પાઠમાં પણ તે પહોંચે છે. સિખોને લઇને તેમની ઘનિષ્ઠા જોતાં ઘણીવાર ગુરૂદ્વારાઓમાં ચાલનાર લંગરમાં મહિલાઓની મદદ કરતાં જોવા મળ્યા છે.

ધ હફિંગટન પોસ્ટના અનુસાર તેમની કેબિનેટમાં ત્રણ મંત્રી પણ સિખ છે. જેમાં સૌથી પ્રમુખ છે રક્ષા મંત્રી હરજીત સજ્જન, બુનિયાદી નિર્માણ અને સામાજિક મંત્રી અમરજીત સોહી અને વિજ્ઞાન અને આર્થિક વિકાસ મંત્રી નવદીપ બૈંસ છે.

આ વાતને લઇને કેનેડાઇ વડપ્રધાનમંત્રી પોતાના ખૂબ ગૌરવાન્વિત પણ અનુભવે છે. અમેરિકાની એક યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે ગર્વ સાથે કહ્યું કે ભારતના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળથી વધુ સિખ તો મારા મંત્રીમંડળમાં છે. ભારતની ગત સરકારમાં પણ આટલા સિખ રહ્યાં નહી હોય જેટલા અમારી સરકારમાં છે.

આ દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી જહાન નામના એક વિદ્યાર્થીએ જ્યારે ટ્રુડેને કહ્યું કે તમારી કેબિનેટમાં પંજાબી મંત્રીઓને જોવા ખરેખર સુખદ છે તો ટ્રુંડેએ હસતાં હસતાં જવાબ આપ્ય કે ‘ મારી કેબિનેટમાં મોદીની કેબિનેટથી વધુ સિખ મંત્રી છે.’

તમને જણાવી દઇએ કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટમાં માત્ર બે સિખ મંત્રી છે જેમાંથી એક છે અકાળી દળની સાંસદ હરસિમરત કૌર બાદલ અને બીજી મેનકા ગાંધી. મેનકા ગાંધીનો જન્મ સિખ સમુદયમાં થયો છે.

You might also like