ભારત પહોંચ્યો જસ્ટિન બીબર, મુંબઇ પર ચઢશે તેનો જાદુ

મુંબઇઃ 23 વર્ષના ગ્રેમી વિનર સિંગર જસ્ટિન બીબીર ડી વાઇ પાટિલ સ્ટેડિયમમાં બુધવારે પર્પઝ વર્લ્ડ ટૂરમાં પોતાનું જાદૂ ચલાવવા માટે તૈયાર છે. જસ્ટિન મુંબઇ પહોંચી ગયા છે. બીબરના લાઇફ પરફોર્મન્સમાં 45 હજારથી વધારે લોકો હાજર રહે તેવી શક્યતા છે. મુંબઇ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 25 અધિકારીઓ સાથે 500 કર્મચારીઓ તૈનાત છે.


જસ્ટિન બીબરના શિડ્યુલની વાત કરીએ તો બુધવારે સવારે 11 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે. જેમાં તેનો શો 8 વાગે શરૂ થશે. લવ યોર સ્લેફ સિંગર બીબરે ટવિટર પર પોતાના ઉત્સાહ અંગે જણાવ્યું છે દુબઇ અવિશ્વાસનીય છે આગામી મુકામ ભારત છે, તમે તૈયાર છો?

જસ્ટિન બીબર અને 25 ડાન્સર્સની એક ટીમ આઠ વાગે સ્ટેજ પર આગશે અને 90 મિનિટ સુધી પરફોર્મ કરશે. શોમાં તે પર્પઝ નામના આલ્મબના ગીતો પર પરફોર્મ કરશે. આ સિવાય બેબી અને બોયફ્રેન્ડ જેવા હિટ સોગ્સ પર પરફોર્મ કરશે. પરંતુ ખાસ ક્ષણ ત્યારે હશે જ્યારે બિબર ગિટાર થામશે. સાથે જ સ્ટેજની વચોવચ વેલવેટના કાઉચ પર બેસીને કોલ્ડ વોટર અને લવ યોરસેલ્ફ પરફોર્મ કરશે. જસ્ટિનના ડાન્સ સાથે ઉમદા ડીજે ટીમ પણ રહેશે.

http://sambhaavnews.com/

You might also like