મુંબઇઃ કેનેડિયન સિંગર જસ્ટિન બીબરના ફેન્સ લિસ્ટમાં કેટલાક બોલિવુડ સેલિબ્રિટીના બાળકો પણ શામેલ છે. જે માત્ર ફેન્સ જ નથી પરંતુ બીબરની સ્ટાઇલ પણ કોપી કરે છે. આ લિસ્ટમાં બોલિવુડ કિંગ ખાનના પુત્ર આર્યનનું નામ શામેલ છે. આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના સ્ટાઇલિસ્ટ ફોટોગ્રાફ્સ શેર કરતો રહે છે. તેના વાળની કટ ઘણેખરે અંશે જસ્ટિન બીબરની જૂની હેર સ્ટાઇલથી મળતી આવે છે. જ્યારે તો બોલિવુડના નવાબ સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમની લેટેસ્ટ હેરસ્ટાઇલ બીબર હેરકટથી મેચ થતી જોવા મળી રહી છે.
આ લિસ્ટમાં બોલિવુડના અન્ય એક ખાન પરિવારનો પુત્ર એટલે કે અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાનના પુત્ર અરહાનનું નામ પણ શામેલ છે. અરહાન પોપ સિંગરના ખૂબ જ મોટા ફોન છે. તેની સ્ટાઇલ પણ બીબરને મળતી આવે છે. 23 વર્ષના ગ્રેમી વિનર સિંગર જસ્ટિન બીબર ડી.વાઇ પાટિલ સ્ટેડિયમમાં આજે પર્પઝ વર્લ્ડ ટૂરમાં પોતાનું જાદુ ચલાવશે. બીબરને લાઇવ જોવા માટે 45 હજારથી વધારે લોકો સ્ટેડિયમમાં હાજર રહેશે. મુંબઇ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા વધારવા માટે 25 અધિકારીઓ અને 500 કર્મચારીઓ તૈનાત કર્યા છે. બીબરના પાસ 75000 રૂપિયા સુધી વેચાઇ રહ્યાં છે.