જસ્ટિસ ટી.એસ. ઠાકુર દેશના ૪૩મા મુખ્ય ન્યાયાધીશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ ટી.અેસ. ઠાકુર આજે દેશના ૪૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. મુખ્ય ન્યાયાધીશ પદ પરથી નિવૃત થતા જસ્ટિસ અેચ.અેલ.દત્તુના વિદાય સમારોહમાં જસ્ટિસ ઠાકુરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં પડતર રહેલા ૫૮ હજાર કેસનો ઉકેલ લાવવોે તેમના માટે મોટો પડકાર રહેશે.
જસ્ટિસ તીરથસિંહ ઠાકુરની ૧૯ ફ્રેબ્રુઆરી ૧૯૯૪ના રોજ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં અતિરિક્ત ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત વરણી થઈ હતી. આ અગાઉ જસ્ટિસ ઠાકુર લાંબા સમય સુધી જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં જ પ્રેકિટસ કરતા હતા. તેઓને સિવિલ, અપરાધિક, બંધારણીય અને ટેકસ બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે.

માર્ચ ૧૯૯૪માં જસ્ટિસ ઠાકુરની કર્ણાટક હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ જુલાઈ ૨૦૦૪માં તેમની દિલ્હી હાઈકોર્ટમાં નિમણૂક થઈ હતી. જ્યાં તેઓઅે અેપ્રિલ ૨૦૦૮ સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી.

You might also like