પોતાની ધરપકડનો ઓર્ડર પાછો ખેંચવા કર્ણન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

કોલકાતા : કલકત્તા હાઇકોર્ટનાં જસ્ટિસ સી.કે કર્ણને સુપ્રીમ કોર્ટ દ્વારા કોર્ટની અવગણના કરવા માટે દોષીત ઠર્યા બાદ તેમની વિરુદ્ધ ધરપકડનાં થયેલા આદેશ પાછા ખેંચવા માટે સુપ્રીમનાં શરણે પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમે કોર્ટની અવગણના કરવા બદલ તેમને દોષીત ઠેરવીને ધરપકડ કરવા ઉપરાંત 6 મહિનાની સજા પણ ફટકારી હતી.

કર્ણનનાં વકીલ દ્વારા ફાઇલ કરવામાં આવેલી આ પીટીશનમાં માંગ કરવામાં આવી છે કે પાંચ જજની બેન્ચ દ્વારા આની સુનવણી કરવામાં આવે. જેમાં ચિફ જસ્ટિસ ખેહર પણ હોય. જે અંગે ખેહર દ્વારા મંજુરી આપવામાં આવી છે કે તેઓ આ મુદ્દા પર નજર રાખશે.

You might also like