કર્ણનને છ મહિના રહેવું પડશે જેલમાં, સુપ્રીમે જામીન અરજી ફગાવી

કોયમ્બતુર: સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ (સેવાનિવૃત્ત) સીએસ કર્ણનની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે 9 મેના રોજ કરેલી અવગણના મામલે કર્ણનને છ મહિનાની જેલની સજાનો આદેશ કર્યો હતો. જો કે ત્યારબાદથી ફરાર હતા. પશ્ચિમ બંગાળના સીઆઇડીએ તેમને કોયમ્બતુર નજીક ખાનગી રિસોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે દ્વારા જણાવામાં આવ્યું હતું કે તેઓ સાત ન્યાયધીશની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલ નિર્ણયમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. સુપ્રીમે કર્ણનના વકીલને જણાવ્યું હતું કે તેઓ હાલમાં કોર્ટમાં ચાલી રહેલા વેકેશન બાદ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ મામલાને લઇ જાય.
http://sambhaavnews.com/

You might also like