અરૂણ જેટલીનાં નિવેદનથી ભડક્યું ચીન : અમારી સંપ્રભુતા માટે અમે યુદ્ધ પણ કરીશું

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીનાં નિવેદન પર ચીને વળતો હૂમલો કર્યો છે. ચીનની તરફથી બહાર પડાયેલા નિવેદનમાં કહ્યું કે તેઓ પણ 1962થી અલગ છે. જેટલીએ ચીનને ચેતવણી અંગે કહ્યું કે 1962નુ ભારત અને 2017નું ભારત ઘણુ અલગ છે. અત્રે નોંધનીય છે કે લગભગ એક મહિના પહેલા સિક્કિમ ખાતે ભારત – ચીન પર તણાવ યથાવત્ત છે. વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે છ જૂને ચીને ભચારતીય વિસ્તારમાં બે બંકરો પર બુલ્ડોઝરથી નષ્ટ કરી દીધું હતું.

તણાવ દરમિયાન ચીની મીડિયા અને થિંક ટેક વારંવાર આક્રમક નિવેદન આપી રહ્યું છે. ચીનમાં મીડિયા પર સરકારનું નિયંત્રણ છે. ચીની મીડિયાનાં હાલનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય રીતે ઉકેલવામાં આવ્યો તો બંન્ને દેશોની વચ્ચે યુદ્ધ સંભવ છે. ચીની સરકાર દ્વારા નિયંત્રિત અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં વિશેષજ્ઞોનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચીન પોતાની સીમાની સંપ્રભુતા યથાવત્ત રાખવા માટે કટિબદ્ધ છે અને તેનાં માટે તે યુદ્ધ કરવા સુધી પણ જઇ શકે છે.

ચીની અખબારે લખ્યું છે કે, જો ભારત અને ચીન વિવાદને યોગ્ય રીતે નથી ઉકેલવામાં આવ્યું તો બંન્ને દેશો વચ્ચે યુદ્ધ પણ થઇ શકે છે. ચીને અગાઉ નિવેદન આપ્યું હતું કે ભારતે 1962નાં યુદ્ધનો સબક યાદ રાખવો જોઇએ. આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, 2017નાં ભારત અને 1962નાં ભારતમાં ખુબ જ અંદર છે. જે અંગે પ્રતિક્રિયા આપતા ચીની સંરક્ષણ વિશેષજ્ઞ વાંગ દેહુઆએ ગ્લોબલ ટાઇમ્સને કહ્યું કે ચીન પણ 1962 વાળુ ચીન નથી. વાંગ દેહુઆ શંધાઇ મ્યુનિસિપલ સેન્ટરમાં પ્રોફેસર છે. વાંગે કહ્યું કે 1962થી ભારતને પોતાનાં સૌથી મોટુ પ્રતિદ્વંદી છે.

You might also like