સાઉથની મસાલા ફિલ્મોના ચાહકોને જ ગમશે અા ગબ્બર

સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણ ને ગબ્બરસિંહના રોલમાં ચમકાવતી તેલુગુ મસાલા ફિલ્મ ‘સરદાર ગબ્બરસિંહ’ હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ છે. કેઅેસ રવિન્દ્ર દિગ્દર્શિત અા ફિલ્મ ૨૦૧૨માં અાવેલી ‘ગબ્બરસિંહ’ ફિલ્મની સિક્વલ છે. ત્રણ રાજ્યોની બોર્ડર મળે છે તેવા રતનપુર શહેરમાં ભૈરવસિંહનો ત્રાસ છે, જે રાજકુમારીને પોતાની જાળમાં ફસાવવા ઇચ્છે છે. અા વિસ્તારમાં નવો નિમાયેલો પોલીસ અધિકારી ગબ્બરસિંહ ભૈરવસિંહ અને તેના ગુંડાઅોને પડકારે છે. સાઉથની ટિપિકલ મસાલા ફિલ્મોના ચાહકોને જ ગમે તેવી અા ફિલ્મ વધુ પડતી ‘લાઉડ’ છે.

સરદાર ગબ્બરસિંહ ફિલ્મમાં એક્શન સિક્વન્સ જબરદસ્ત મૂકવામાં આવી છે. એક પોલીસ અધિકારીના રોલમાં સરદાર ગબ્બરસિંહ પરફેક્ટ બેસે છે. જોરદાર એકશન અને સ્ટાઇલ બતાવવામાં આવી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
વિજય ચૌહાણ, રાણીપ

સરદાર ગબ્બરસિંહમાં ભરપુર કોમેડી અને એક્શન ડ્રામા જોવા મળે છે. જ્યારે ફિલ્મના લીડ રોલમાં જોવા મળતા પવન કલ્યાણ અને કાજલ અગ્રવાલનો અભિનય પણ કાબિલને તારિફ છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
યશ ત્રિપાઠી, આશ્રમ રોડ

એક્શનનાં સીન ભરપુર જોવા મળશે અને એક્શન ફિલ્મ જેમને ગમતી હશે. તેમને આ ફિલ્મની સ્ટોરી ગમશે. ફિલ્મમાં ડબિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે . ડાયરેક્શન પણ બેસ્ટ છે.હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
વિપુલ પટેલ, નરોડા

ફિલ્મમાં ડબિંગ સારી રીતે કરવામાં આવ્યું છે એટલે ફિલ્મ જોવાની મજા આવે છે. ફિલ્મમાં ડાયલોગ ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે જેથી કોમેડી ડ્રામા પણ જોવા મળે છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
બકુલ દરજી, નારોલ

ફિલ્મના ફર્સ્ટ હાફ કરતાં પણ સેકેન્ડ હાફ ખૂબ સારો છે. એક એન્ટરટેમેન્ટ ફિલ્મ છે માટે એક રિફ્રેશમેન્ટ માટે આ ફિલ્મ સારી છે. એક્શન સીન ફિલ્મમાં જોવા લાયક છે બાકી ફિલ્મની સ્ટોરીમાં કોઈ દમ નથી.હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
રોહિત અકોરી, વટવા

પવન કલ્યાણ અને કાજલ અગ્રવાલની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી મને ખૂબ ગમી. તેલુગુ ફિલ્મ છે માટે એક્શન તમને જોવા મળે સામાન્ય વસ્તુ છે, પણ એક્શન સાથે જો સ્ટોરી લાઈન સારી હોત તો મજા આવત. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
અદિતિ આર્યા, વટવા

You might also like