નાણા માત્ર બેંકોમા જમા કરાવી દેવાથી તે સફેદ નથી થઇ જતા : અરૂણ જેટલી

નવી દિલ્હી : નોટબંધી દ્વારા કાળાનાણાને સફેદ કરવાનાં વિપક્ષનાં આરોપો અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે બેંક ખાતામાં માત્ર પૈસા જમા કરીદેવાથી કાળાનાણા સફેદ નહી થઇ જાય. તેમણે કહ્યું કે પૈસા જમા કરવનાર વ્યક્તિ ટેક્સ જમા કરાવવાથી બચી નહી શખે. સાથે જ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ અંગે તેમણે કહ્યુ કે સરકાર એક એપ્રીલ 2017થી જ તેને લાગુ કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. તેમના મગજમાં આ અંગેનો ગેમ પ્લાન છે.

જેટલીએ જીએસટી કાઉન્સિલ મીટિંગ અંગે શનિવારે સાંજે મીડિયાને બ્રીફ કર્યું હતું. દરમિયાન નોટબંધી અને બેંકોમાં કાળાનાણા જમા કરાવવા મુદ્દે જેટલીએ કહ્યું કે અટકળો લગાવવી લોકોનું કામ છે. માત્ર બેંક ખાતામાં જમા કરાવી દેવાથી પૈસા સફેદ નહી થઇ જાય. આ પૈસા પર ટેક્સ આપવાનો હોય છે. જીએસટી મીટિંગ અંગે નાણા મંત્રીએ કહ્યુ કે, જીએસટી કાઉન્સીલમાં કેન્દ્રીય જીએસટી અને રાજ્ય જીએસટી કાયદાના મુદ્દે ચર્ચા થઇ પરંતુ હાલ આ અંગે સંમતી નથી થઇ શકી.

સંમતી થવા અંગે થોડો સમય લાગશે. કાયદાના મુસદ્દા પર સંમતી માટે જીએસટી કાઉન્સિલની બેઠક 11 અને 12 ડિસેમ્બરથી ફરીથી થશે. નાણામંત્રીએ કહ્યું કે અલગ અલગ કરદાતા એકમો પર બેવાડ નિયંત્રણોના મુદ્દે ચર્ચા અધુરી રહી. જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં આ અંગે વાતચીત થશે. જીએસટી કાઉન્સીલ નોટબંધીનું રાજ્યોના ટેક્સ પર અસર અંગે પણ ચર્ચા નહી કરી શકે. કાઉન્સીલની બેઠક અંગે આ મુદ્દે અનૌપચારિક ચર્ચા થઇ હતી. આગામી બેઠકમાં બેવડુ નિયંત્રણની સાથે જ જીએશટી કાયદો અને વળતર કાયદાના મુસદ્દા પર ચર્ચા થશે.

જ્યારે જેટલીને જીએસટીના આગામી એક વર્ષ એક એપ્રીલથી લાગુ કરવાનું લક્ષ્ય લઇને આગળ વધી રહ્યા છે. તેને ગાલુ કરતા પહેલા આના સાથે જોડાયેલ તમામ મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરીશું.

You might also like