રોજ ૨૫ મિનિટ યોગ અને ધ્યાન કરવાથી પ્રમોશન મળી શકે છે

શું તમે ઈચ્છો છો કે નોકરીમાં તમને પ્રમોશન મળે? ધંધો કરતા હો તો શું તમારી ઈચ્છા છે કે તમે નિર્ધારિત કરેલી સફળતા ભણી તમે અાગળ વધો? તો તમારે યોગ અને ધ્યાન અપનાવવાં જ જોઈએ. અામ તો યોગાભ્યાસ એ ભારતીય પરંપરાગત પ્રણાલી છે, પણ અમેરિકાના ઓન્ટેરિયોમાં અાવેલી યુનિવર્સિટી ઓફ વોટરલૂના નિષ્ણાતોએ એના ફાયદા તારવાતો અભ્યાસ કર્યો છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે રોજ ૨૫ મિનિટ યોગાસનો કરવામાં અાવે તો તમારા બિહેવિયરમાં ચેન્જ અાવે છે. યોગાભ્યાસથી વ્યક્તિ પોતાના ધ્યેય તરફ એનર્જી કેન્દ્રિત કરી શકે છે. યોગની સાથે પ્રાણાયામ અને ધ્યાન કરવાથી વ્યક્તિનો પોતાની લાગણીઓ પરનો કાબૂ વધે છે.

You might also like